હનુમાનજીની ધજા પર કર્ણાટકમાં બબાલ, કલમ 144 લાગુ; ભાજપે શરૂ કર્યું મોટું આંદોલન

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • હનુમાનજીની ધજાને લઈને તણાવ સર્જાયો
  • કેરાગોડુ ગામમાં કલમ 144 લાગુ કરાઈ
  • મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત

કર્ણાટકના માંડ્યા જિલ્લાના કેરાગોડુ ગામમાં હનુમાનજીની ધજાને લઈને તણાવ સર્જાયો છે. સ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે ગામમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને પોલીસ ફોર્સ પણ મોટા પાયે તૈનાત છે. આ આખો મામલો ગયા અઠવાડિયાથી શરૂ થયો હતો, જ્યારે કેટલાક યુવાનોના ગ્રુપે 108 ફૂટ ઊંચા પોલ પર હનુમાનજીની ધજા લગાવી હતી. આ ધજા લગાવવાની પરવાનગી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકોએ તેમની સામે ફરિયાદ નોંધાવી દીધી. આ પછી અધિકારીઓએ ગ્રામજનોને ધજા હટાવવાની અપીલ કરી.

કેરાગોડુ ગામમાં પરિસ્થિતિ તંગ બની

આ મામલે પરિસ્થિતિ તંગ બની ગઈ છે અને ગામમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ગામના મોટાભાગના લોકોનું કહેવું છે કે આ ધજા અમારી આસ્થાનો સવાલ છે અને કેટલાક લોકો તેના પર રાજનીતિ કરી રહ્યા છે. ગ્રામજનોની સાથે ભાજપ, જેડીએસ અને બજરંગ દળના લોકો પણ ઉતરી આવ્યા છે. ગામમાં પ્રદર્શન પણ ચાલી રહ્યું છે. શનિવારે ધજા ઉતારવાના આદેશના વિરોધમાં ગ્રામજનોએ પણ પોતાની દુકાનો બંધ રાખી દીધી હતી. રવિવારે ગ્રામ પંચાયતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ધજા ઉતારવા માંગતા હતા. આના વિરોધમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા અને ‘ગો બેક’ના નારા લગાવવા લાગ્યા.

ADVERTISEMENT

મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત

આ વિવાદે રાજકીય રંગ લઈ લીધો છે. સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય રવિ કુમારના પોસ્ટરોને ફાડી નાખવામાં આવ્યા છે. જે બાદ કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે અને હાલ ગામમાં તંગદિલીનો માહોલ છે. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

‘તો તમામ જિલ્લામાં કરાશે આંદોલન’

ભાજપ અને હિન્દુ એક્ટિવિસ્ટોએ ધજા હટાવવાનો વિરોધ કર્યો છે. ભાજપે તો એલાન કરી દીધું છે કે જો ધજા હટાવવામાં આવશે તો કર્ણાટકના તમામ જિલ્લાઓમાં આંદોલન કરવામાં આવશે. સોમવારે ભાજપના કાર્યકરો પણ બેંગલુરુમાં મૈસુર બેંક સર્કલ પાસે એકઠા થયા હતા. આ દરમિયાન પોલીસે મોટી સંખ્યામાં ભાજપના લોકોની અટકાયત કરી છે.

ADVERTISEMENT

‘હિન્દુ વિરોધી સરકાર હટાવી રહી છે હનુમાનજીની ધજા’

પોલીસનું કહેવું છે કે, હનુમાનજીની ધજાને હટાવીને રાષ્ટ્રધ્વજ લગાવવો જોઈએ. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે, ધડા માટે કેરાગોડુ ગામના લોકોએ ફંડિગ કર્યું હતું. આ સિવાય અન્ય 12 ગામના લોકોએ પણ આ માટે યોગદાન આપ્યું હતું. આમાં ભાજપ અને જેડીએસના લોકોએ પણ યોગદાન આપ્યું હતું. ભાજપે આ મામલે પોલીસ કાર્યવાહીને લઈને કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે અને તેની કાર્યવાહીને હિન્દુ વિરોધી ગણાવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT