Breaking News: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર મોટી દુર્ઘટના,10 લોકોના મોત, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક

ADVERTISEMENT

Jammu Kashmir Accident
માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત
social share
google news

Jammu Kashmir Accident Latest News: શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર રામબન નજીક શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ, SDRF અને રામબન સિવિલની QRT ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત 

જણાવવામાં આવી રહ્યું છે કે, રામબન વિસ્તાર પાસે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર જમ્મુથી શ્રીનગર જઈ રહેલી પેસેન્જર કેબ ઉંડી ખાઈમાં પડી ગઈ હતી. કેબમાં મુસાફરી કરી રહેલા ઘણા મુસાફરોના મોતની આશંકા છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, SDRF અને સિવિલ QRTની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ દ્વારા વહેલી સવારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ટીમે અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. આ ઘટના એટલી ગંભીર હતી કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. 

બે મૃતકોની ઓળખ થઈ ગઈ છે

અધિકારીના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ વચ્ચે દસ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં જમ્મુના અંબ ગરોટા ગામના 47 વર્ષીય કાર ડ્રાઈવર બલવાન સિંહ અને બિહારના પશ્ચિમ ચંપારણના વિપિન મુખિયા ભૈરગાંગનો સમાવેશ થાય છે. હજુ બચાવની કામગીરી ચાલી રહી છે.

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT