Results 2023: શિવરાજ, ગેહલોત, બઘેલથી લઈને KCR સુધી; આજે નક્કી થશે આ દિગ્ગજ નેતાઓનું ભવિષ્ય
Election Result 2023: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. આ રાજ્યોમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણથી લઈને અશોક ગેહલોતનું ચૂંટણી ભવિષ્ય…
ADVERTISEMENT
Election Result 2023: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. આ રાજ્યોમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણથી લઈને અશોક ગેહલોતનું ચૂંટણી ભવિષ્ય દાવ પર છે. ભૂપેશ બઘેલ અને કે. ચંદ્રશેખર રાવ પણ ચૂંટણી મેદાનમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. ચાલો જાણીએ આ ચાર રાજ્યોની તે હોટ સીટ વિશે, જેના પર માત્ર આ રાજ્યોના લોકો જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકોની નજર છે.
કયા રાજ્યોમાં અને ક્યારે ચૂંટણી યોજાઈ?
મિઝોરમની તમામ 40 બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું. છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 7 નવેમ્બરે 20 બેઠકો પર મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં 70 બેઠકો પર 17 નવેમ્બરે મતદાન થયું હતું. આ સાથે 17 નવેમ્બરે મધ્યપ્રદેશની તમામ 230 સીટો પર મતદાન થયું હતું. આ પછી 25 નવેમ્બરે રાજસ્થાનમાં 200 સીટો પર લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો તેલંગાણામાં 30 નવેમ્બરના રોજ 119 બેઠકો પર મતદાન થયું હતું.
મધ્ય પ્રદેશના 2,534 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો
મધ્ય પ્રદેશની 230 સભ્યોની વિધાનસભા માટે 17 નવેમ્બરે મતદાન થયું હતું. હવે 2,534 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવા જઈ રહ્યો છે. આમ તો તમામ સીટો પોતાનામાં ખાસ છે, પરંતુ સૌથી વધુ ચર્ચા રાજ્યની હોટ સીટોની છે. ચાલો જાણીએ તેમાંથી કેટલીક મહત્વની સીટોની સ્થિતિ…
ADVERTISEMENT
જાણો રાજ્યની હોટ સીટો વિશે
– બુધની – શિવરાજસિંહ ચૌહાણ – ભાજપ
– છિંદવાડા – કમલનાથ – કોંગ્રેસ
– દિમાની – નરેન્દ્રસિંહ તોમર – ભાજપ
– દાતિયા – નરોત્તમ મિશ્રા – ભાજપ
– ઈન્દોર-1 – કૈલાશ વિજયવર્ગીય – ભાજપ
– નરસિંહપુર – પ્રહલાદસિંહ પટેલ – ભાજપ
– રાધોગઢ – જયવર્ધન સિંહ – કોંગ્રેસ
– રાઉ – જીતુ પટવારી – કોંગ્રેસ
રાજસ્થાનની 199 વિધાનસભા બેઠકોનું ચિત્ર આજે સ્પષ્ટ થશે
રાજસ્થાનમાં 199 વિધાનસભા બેઠકો માટે 25 નવેમ્બરે મતદાન થયું હતું. શ્રીગંગાનગર જિલ્લાની શ્રીકરણપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કુન્નરના નિધનને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. આ ચૂંટણીમાં મતદારોએ ચૂંટણી લડી રહેલા 1863 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો હતો. આજે આ નેતા ભાવિની ફેસલો થઈ જશે.
ADVERTISEMENT
રાજસ્થાનની હોટ સીટો
– સરદારપુરા – અશોક ગેહલોત – કોંગ્રેસ
– ઝાલરાપાટન – વસુંધરા રાજે સિંધિયા – ભાજપ
– ટોંક – સચિન પાયલોટ – કોંગ્રેસ
– જોટવાડા – રાજ્યવર્ધન સિંહ રાઠોડ – ભાજપ
– વિદ્યાધર નગર – દિયા કુમારી – ભાજપ
– નાથદ્વારા – સીપી જોશી – કોંગ્રેસ
– તારાનગર – રાજેન્દ્ર રાઠોડ – ભાજપ
– તિજારા – બાબા બાલકનાથ – ભાજપ
ADVERTISEMENT
છત્તીસગઢમાં 90 વિધાનસભા બેઠકો
છત્તીસગઢની 90 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કા હેઠળ 7 નવેમ્બરે 20 બેઠકો પર મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 17 નવેમ્બરે 70 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. મતદારોએ તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરી દીધો છે, જેના પરિણામો આજે બહાર આવી રહ્યા છે. આવો જાણીએ રાજ્યની સૌથી ચર્ચિત બેઠકો વિશે…
છત્તીસગઢની હોટ સીટો
– પાટન – ભૂપેશ બઘેલ – કોંગ્રેસ
– રાજનાંદગાંવ – રમણ સિંહ – ભાજપ
– અંબિકાપુર – ટી.એસ.સિંહદેવ – કોંગ્રેસ
– રાયપુર નગર દક્ષિણ – બ્રીજમોહન અગ્રવાલ – ભાજપ
– દુર્ગ ગ્રામીણ – તામ્રધ્વજ સાહુ – કોંગ્રેસ
– સક્તી – ચરણદાસ મહંત – કોંગ્રેસ
મુખ્યમંત્રી સહિતના દિગ્ગજોનો થશે ફેસલો
તેલંગાણાની 119 સભ્યોની વિધાનસભા માટે 30 નવેમ્બરે મતદાન થયું હતું. મતદારોએ ચૂંટણી લડી રહેલા 2,290 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો. આમ તો તમામ સીટો પોતાનામાં ખાસ છે, પરંતુ સૌથી વધુ ચર્ચા રાજ્યની હોટ સીટોની છે. આ બેઠકોમાં મુખ્યમંત્રી અને પૂર્વ ક્રિકેટરથી લઈને ચૂંટણી લડી રહેલા લોકસભા સાંસદોની સીટો પણ સામેલ છે.
તેલંગાણાની હોટ સીટો
– ગજવેલ – કે ચંદ્રશેખર રાવ – BRS
– કામારેડ્ડી – એ. રેવંત રેડ્ડી – કોંગ્રેસ
– જુબલી હિલ્સ – મોહમ્મદ અજહરુજદ્દીન – કોંગ્રેસ
– ચંન્દ્રયાનગુટ્ટા – અકબરુદ્દીન ઓવૈસી – AIMIM
– કરીમનગર બંડી – સંજય કુમાર – ભાજપ
– ગોશામહલ – ટી. રાજા સિંહ – ભાજપ
ADVERTISEMENT