Republic Day 2024: કર્તવ્ય પથ પર અયોધ્યાના રામલલા, ગણતંત્ર દિવસની પરેડમાં જોવા મળ્યું પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • આજે 75મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે દેશ 
  • દેશભરમાં દેશભક્તિનો જોવા મળી રહ્યો છે માહોલ
  • ઈન્ડિયા ગેટના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન

Republic Day 2024: આજે દેશ 75મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આ પ્રસંગે ઈન્ડિયા ગેટના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે પ્રજાસત્તાક દિવસની થીમ મહિલાઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશની ઝાંખીમાં રામલલાનું બાળ સ્વરૂપ

કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડમાં ઝાંખીઓએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. આમાં સૌથી ખાસ ઉત્તર પ્રદેશની ઝાંખી સૌથી ખાસ રહી. અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ઉત્તર પ્રદેશની ઝાંખીમાં પણ શ્રીરામલલાનું બાળ સ્વરૂપ જોવા મળ્યું. સાથે જ આ ઝાંખીમાં રેપિડ રેલ મૉડલ અને બ્રહ્મોસ મિસાઈલને પણ સામેલ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની ઝાંખી વિકસિત ભારત-સમૃદ્ધ વારસાની થીમ પર આધારિત છે.

ADVERTISEMENT

રાષ્ટ્રપતિ મુર્મુએ ફરકાવ્યો હતો રાષ્ટ્રધ્વજ

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથના સલામી મંચ પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પછી રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું અને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. જે બાદ કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડ શરૂ થઈ હતી.

મહિલાઓએ શરૂ કરી હતી પરેડ

આ વર્ષે ગણતંત્ર દિવસની ઝાંખી, પરેડ અને થીમના કેન્દ્રમાં મહિલાઓ છે. અત્યાર સુધી પરેડની શરૂઆત હંમેશા મિલિટરી બેન્ડ સાથે થતી આવી છે, પરંતુ આ વખતે દેશભરમાંથી 100 મહિલા સાંસ્કૃતિક કલાકારોએ પરંપરાગત વાદ્યો સાથે પરેડની શરૂઆત કરી હતી. આ વર્ષે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની પરેડમાં જોડાયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT