Mumbai Rain Updates: ભારે વરસાદથી હાહાકાર, ડૂબી રહી છે માયા નગરી મુંબઈ; આજે પણ 'રેડ એલર્ટ'

ADVERTISEMENT

Mumbai Rain Updates
મુંબઈમાં આજે 'રેડ એલર્ટ'
social share
google news

Mumbai Rain Updates: મુંબઈમાં ફરી એકવાર વરસાદે જોર પકડ્યું છે. અહીં સોમવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે આજે પણ પુણે અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી જાહેર છે. તેને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને પુણેના જિલ્લા કલેક્ટરે 9 જુલાઈએ ધોરણ 12 સુધીની શાળાઓમાં રજા જાહેર કરી છે. જોકે, આ સમયગાળા દરમિયાન શાળાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નિર્દેશિત આપત્તિ રાહત કામગીરીમાં મદદ કરવા ઓફિસ સમય દરમિયાન તેમની શાળામાં હાજર રહેશે.

મુંબઈની તમામ શાળાઓમાં આજે રજા

જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં લોકોને વરસાદ દરમિયાન સાવચેત રહેવાની અપીલ કરી છે. પ્રવાસીઓને આ સમયગાળા દરમિયાન ધોધની નજીક ન જવા અને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર આવવા માટે કહેવામાં આવ્યું છે. આ દરમિયાન IMD દ્વારા જારી કરાયેલ રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને BMCએ 9 જુલાઈએ મુંબઈની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. BMC દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, ભારે વરસાદને લઈને IMD દ્વારા આપવામાં આવેલી ચેતવણીને ધ્યાનમાં રાખીને મુંબઈની તમામ શાળાઓમાં મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે.

ટ્રેન અને હવાઈ સેવાઓ પર અસર

PTIના સમાચાર મુજબ, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે અને હવાઈ સેવા પણ ખોરવાઈ ગઈ છે. વરસાદના કારણે શહેરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. અહીં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગને કારણે એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. સોમવારથી સતત વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. લોકોને આ રોડ પરથી પસાર થવું પડે છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં સવારે 7 વાગ્યા સુધી માત્ર છ કલાકમાં 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો, જેના કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. શહેરમાં દિવસભર ઝરમર વરસાદ વરસ્યો હતો જેના કારણે રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ADVERTISEMENT

રાયગઢમાં પણ રેડ એલર્ટ

મુંબઈ ઉપરાંત રાયગઢ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાયગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ જણાવ્યું છે કે જિલ્લામાં ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ તેમજ કોલેજો બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. IMDએ 12 જુલાઈ સુધી મુંબઈમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. 

રાયગઢ કિલ્લો 31મી સુધી બંધ

અધિકારીઓએ ભારે વરસાદ બાદ રાયગઢ પહાડી કિલ્લામાં ફસાયેલા અનેક પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા. તેમણે જણાવ્યું કે મુંબઈથી લગભગ 170 કિમી દૂર આવેલો આ કિલ્લો હવે 31 જુલાઈ સુધી મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. NDRFની ટીમો મુંબઈના કુર્લા અને ઘાટકોપર વિસ્તારમાં અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં તૈનાત કરવામાં આવી છે.

ADVERTISEMENT


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT