અમેરિકામાં મંદી તો ભારતમાં મોદી, દેશ એક અનોખી ઉંચાઇએ પહોંચવાની તૈયારી કરી રહ્યું છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : બૈકિંગ સંકટે અમેરિકામાં આર્થિક મંદીની આશંકાને વધારી દીધી છે. જાણકારોનું કહેવું છે કે, જો મંદીએ અમેરિકાને હીટ કર્યું તો સમગ્ર વિશ્વમાં તેની અસર જોવા મળશે. બીજી તરફ સ્ટોફ માર્કેટના દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાનું માનવું છે કે, સ્થાનિક ઇક્વિટીમાં તેની અસર જોવા મળશે. આ તરફ સ્ટોક માર્કેટના દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાનું માનું છે કે, આશાવાદી દ્રષ્ટીકોણ રાખ્યો હતો. તેમણે દાવો કર્યો કે, સરકારના માળખાગત્ત ઢાંચા પર જોર, જીએસટી અને PLI (ઉત્પાદન પ્રોત્સાહક નીતિ) યોજનાઓની પોઝિટિવ અસર દેશના અર્થતંત્રમાં દેખાવા લાગી છે.

વિજય કેડીયાએ વ્યક્ત કર્યો આશાવાદ
વિજય કેડિયાએ ભારતીય ઇકોનોમી અંગે આ વાત એવા સમયે કહી છે, જ્યારે અમેરિકા સહિત વિકસિત બજારોમાં મંદીની વાત થઇ રહી છે. કેડિયાએ કહ્યું કે, જો અમેરિકામાં મંદી છે, તો આ સ્થિતિને પહોંચી વળવા માટે આપણી પાસે મોદીના નેતૃત્વની વ્યાવહારિક નીતિઓ છે. આ જ કારણ છે કે, વૈશ્વિક બજારોમાં ચાલી રહેલી અનિશ્ચિતતાઓ છતા બેંચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ પોતાના ઓલ ટાઇમ હાઇ લેવલથી માત્ર પાંચથી છ ટકા અંતર પર છે.

શેરબજાર એક નવી જ ઉંચાઇ પર પહોંચશે
30 શેરોના ઇન્ડેક્સ બીએસઇ સેન્સેક્સ 25 એપ્રીલની સવારે કારોબારમાં 60,171 પર કારોબાર કરી રહ્યો હતો. ઇન્ડેક્સ ડિસેમ્બર 2022 ના રોજ 63,583 ના ઓલ ટાઇમ હાઇ લેવલ પર પહોંચ્યો હતો. વિજય કેડિયાને લાગે છે કે, બજાર નવી ઉંચાઇની તૈયારીઓ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે મંદી હશે તો હળવી થશે. ટ્રેડલાઇનની પાસે ઉપલબ્ધ ડેટા પરથી માહિતી મળે છે કે, વિજય કેડિયાની પાસે પટેલ એન્જીનિયરિંગ, પ્રિસિઝન કેમશાફ્ટ્સ, અફોર્ડેબલ રોબોટિક એન્ડ ઓટોમેશન, અતુલ ઓટો, નૂલેન્ડ લેબોરેટરીઝ અને વૈભવ ગ્લોબલ જેવી કંપનીઓમાં 1-1 ટકા કરતા વધારેની ભાગીદારી છે.

ADVERTISEMENT

અમેરિકી ફેડના કદનની નહી પડે અસર
વિજય કેડિયાનું એવું પણ માનવું છે કે, યુએસ ફેડ દ્વારા આગળ વ્યાજ દરોમાં થનારો વધારો ભારતીય ઇક્વિટી બજારને પ્રભાવિત નથી કરી શકતી. બૈંકિંગ સેક્ટર પર પોતાના વિચાર વ્યક્ત કરતા વિજય કેડિયાએ કહ્યું કે, આગામી 2-3 વર્ષ કર્જદાતાઓ માટે સારા રહેશે. જો કે રોકાણકારોને બૈકિંગ ક્ષેત્રમાં વિશેષ સ્ટોક એપ્રોચને અપનાવવી જોઇએ. તેમણે કહ્યું કે 3-6 મહિના માટે આઇટી સેક્ટરે કોઇ પણ અવસર નથી દેખાઇ રહ્યું. કેડિયાએ કહ્યું કે, અમેરિકી અર્થવ્યવસ્થા અને બજારમાં કોઇ પણ પ્રકારના રિકવરી આઇટી ક્ષેત્રમાં રોકાણકારો માટે અવસર ખોલી શકે છે.

અમેરિકામાં બૈકિંગ સંકટ
અમેરિકામાં બૈકિંગ સંકટ એવી રીતે હાવી થયું કે, બે અઠવાડિયામાં બેંકો પર સતત તાળુ લાગેલું રહ્યું. સિલિકોન વૈલી બેંક અને સિગ્નેચર બેંક ડુબી ગયા. કૈલિફોર્નિયાનું સેન્ટા ક્લોરા ખાતેની સિલિકોનવૈલી બેંક 10 માર્ચે ફેલ થઇ ગઇ હતી. બેંકમાં આર્થિક સ્થિતિ અંગે ડિપોઝીટર પોતાની રકમ કાઢવા માટે લાઇનમાં લાગી ગયા હતા. આ અમેરિકી બૈંકિંગ સેક્ટરના ઇતિહાસમાં 2008 ના લેહમેન બ્રદર્સને ફેલ થયા બાદ બીજી સૌથી મોટી નિષ્ફળતા હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT