RBI સહિત અનેક બેંકને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ગવર્નર અને નાણામંત્રીના રાજીનામાની માંગ
RBI, other banks receive bomb threats : મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અને ICICI સહિતની ઘણી બેંકોને બોમ્બની ધમકી આપવામાં આવી છે.…
ADVERTISEMENT
RBI, other banks receive bomb threats : મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અને ICICI સહિતની ઘણી બેંકોને બોમ્બની ધમકી આપવામાં આવી છે. ઈમેલ દ્વારા આપવામાં આવેલી ધમકીમાં કહેવામાં આવ્યું છે કે, RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારમને પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, 11 જગ્યાએ બોમ્બ મુકવામાં આવ્યા છે. ધમકી મળ્યા બાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જોકે ક્યાંયથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી ન હતી. એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર ખિલાફત ઈન્ડિયા સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો છે.
ભારતમાં સૌથી મોટું કૌભાંડ આચર્યું હોવાના દાવા સાથે કર્યો મેઇલ
આ ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, 11 સ્થળોએ બોમ્બ મૂકવામાં આવ્યા છે અને બ્લાસ્ટ બપોરે 1:30 વાગ્યે બ્લાસ્ટ થશે. આ પછી ગભરાટણો માહોલ જોવા મળ્યો હતો અને પોલીસે દરેક જગ્યાએ તપાસ કરી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. મેઇલમાં લખ્યું હતું કે, RBIએ ખાનગી ક્ષેત્રની બેંકો સાથે મળીને ભારતમાં સૌથી મોટું કૌભાંડ આચર્યું છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત કેટલાક ટોચના નાણા અધિકારીઓ અને ભારતના કેટલાક પ્રખ્યાત મંત્રીઓ આ કૌભાંડમાં સામેલ છે. અમારી પાસે આ માટે પૂરતા પુરાવા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT