ગુજરાતનો સ્ટાર ઓલરાઉન્ડર એશિયા કપથી બહાર, જાણો જાડેજાએ કેમ ટૂર્નામેન્ટ અધવચ્ચે છોડવી પડી!..

ADVERTISEMENT

gujarattak
social share
google news

UAE: એશિયા કપ રમી રહેલી ઈન્ડિયન ટીમને ટૂર્નામેન્ટની વચ્ચે મોટો ફટકો પડ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઘૂંટણની ઈન્જરીના કારણે આખી એશિયા કપ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ જાહેર કરેલા નિવેદનમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. જાડેજાએ પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં શાનદાર બેટિંગ કરીને 35 રનની તોફાની બેટિંગ કરી હતી. BCCIએ કહ્યું કે અત્યારે હવે રવીન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલની ટીમમાં પસંદગી કરવામાં આવશે.

જાડેજાને ઘૂંટણમાં ઈજા પહોંચી
મૂળ ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર એવા રવીન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા પહોંચી હોવાથી તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. અત્યારે તે BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. તેમના રિપ્લેસમેન્ટમાં અક્ષર પટેલને ટીમમાં સ્ટેન્ડબાય તરીકે પસંદ કરાયો હતો. તે ટૂંક સમયમાં દુબઈ સ્ક્વોડમાં જોડાશે.

IPL 2022 દરમિયાન રવીન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. જાડેજા ત્યારપછી ઇંગ્લેન્ડ ટૂર પર કમબેક કરી શાનદાર લયમાં જોવા મળ્યો હતો. તે હવે એશિયા કપથી બહાર થઈ જતા ટીમને વધુ એક મોટો ફટકો પડ્યો છે.

ADVERTISEMENT

અક્ષર પણ શાનદાર લયમાં છે…
રવીન્દ્ર જાડેજાના સ્થાને ટીમમાં અક્ષર પટેલને પસંદ કરાયો છે. વીડિંઝ ટૂર દરમિયાન બીજી મેચમાં અક્ષરે અણનમ 64 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં 311 રનના ટાર્ગેટને ચેઝ કરતા ભારતે 80 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલની શાનદાર બેટિંગની સહાયથી ભારતે મેચ જીતી લીધી હતી.

  • એશિયા કપ માટેની ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા, કે.એલ.રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન, અશ્વિન, ચહલ અને બિશ્નોઈ

    follow whatsapp

    ADVERTISEMENT