‘મારે પણ ઘણું કહેવું છે જે હું જાહેરમાં ન કહું તો સારું..’, પિતાના ઈન્ટરવ્યુ બાદ Ravindra Jadeja ની સ્પષ્ટતા

ADVERTISEMENT

Ravindra Jadeja Reaction on Father
Ravindra Jadeja Reaction on Father
social share
google news
  • અનિરુદ્ધ સિંહે પુત્ર રવિન્દ્ર જાડેજા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા
  • પિતાનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જાડેજાની સ્પષ્ટતા
  • મારે પણ ઘણું કહેવું છે જે હું જાહેરમાં ન કહું તો સારું: રવીન્દ્ર જાડેજા

Ravindra Jadeja Reaction on Father: ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ દિવસોમાં ઈજાગ્રસ્ત છે અને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં સારવાર હેઠળ છે. 35 વર્ષીય જાડેજાએ એક દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પૂર્ણ કર્યા. આજે તે અચાનક ચર્ચામાં આવી આવ્યો છે. જ્યારે તેના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ તેના વિશે ઘણી ચોંકાવનારી વાતો કહી.

રવીન્દ્ર જાડેજાની સ્પષ્ટતા

પિતાનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ જાડેજાએ X પર પોસ્ટ કરીને પોતાનું મૌન તોડ્યું હતું. પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના ઈન્ટરવ્યુનો જવાબ આપ્યો છે. જાડેજાએ ઈન્ટરવ્યુમાં કહેવામાં આવેલી વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, આ ઈન્ટરવ્યુ દ્વારા તેમની પત્ની રીવાબાની ઈમેજને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જાડેજાએ X પર એક પોસ્ટ કરી અને સમગ્ર ઈન્ટરવ્યુને નકારી કાઢ્યો. જાડેજાએ સ્ક્રિપ્ટેડ ઈન્ટરવ્યુમાં જે કહેવામાં આવ્યું હતું તેને અવગણવાનું કહ્યું.

ADVERTISEMENT

જાડેજાએ ટ્વિટ કરી શું કહ્યું

જાડેજાએ ગુજરાતીમાં લખ્યું હતું કે, ‘દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત બકવાસ ઇન્ટરવ્યુમાં કહેવામાં આવેલી દરેક વાત ખોટી અને અર્થહીન છે. માત્ર એક બાજુનો મુદ્દો બનાવવામાં આવ્યો છે, જેનો હું ખંડન કરું છું. મારી પત્નીની ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે અત્યંત નિંદનીય અને અભદ્ર છે. મારે પણ ઘણું કહેવું છે જે હું જાહેરમાં ન કહું તો સારું છે.

જાણો જાડેજાના પિતા શું બોલ્યા હતા

આ પહેલા ભાસ્કરના ઈન્ટરવ્યુમાં તેના પિતા અનિરુદ્ધ સિંહે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે હવે તેના પુત્ર સાથે કોઈ સંબંધ નથી. જો તેને ક્રિકેટર ન બનાવાયો હોત તો સારું હતો, જ્યારે તેણે કહ્યું કે જાડેજાની પત્ની રીવાબા જાડેજાને માત્ર પૈસાની ચિંતા છે. રવિન્દ્ર અને તેની પત્ની રીવાબા સાથે તેનો કોઈ સંબંધ નથી. અનિરુદ્ધે એમ પણ કહ્યું કે તેને એક પુત્ર છે અને તેનું જીવ બળીને રાખ થઈ ગયું છે. તેણે લગ્ન ન કર્યા હોત તો સારું થાત. જાડેજાના પિતાએ આ દરમિયાન જણાવ્યું હતું કે, તેમણે તેમના પુત્ર જાડેજાને ક્રિકેટર બનાવવાની કાળજી લીધી હતી. તેમની બહેન નયના બાએ પણ તેમને ઘણો સાથ આપ્યો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT