Ravindra Jadeja પર લાગ્યો બોલ ટેમ્પરિંગનો આક્ષેપ, VIDEO થયો વાયરલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : નાગપુર ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન ટીમની પ્રથમ ઇનિંગમાં ઘાતક બોલિંગ કરતા કુલ 5 વિકેટ ઝડપી હતી. હવે પહેલા દિવસની રમતને લઈને જાડેજા સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માઈકલ વોન અને ટિમ પેને આ વીડિયોના બહાને જાડેજાની બોલિંગ પર સવાલ ઉઠાવ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર રમત બતાવી છે. ઈજા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન ટીમ સામે પ્રથમ દાવમાં ઘાતક બોલિંગ કરતા કુલ 5 વિકેટ ઝડપી હતી. પરિણામ આવ્યું કે, ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ માત્ર 177 રનમાં સમેટાઈ ગયો હતો. હવે પહેલા દિવસની રમતને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો રવિન્દ્ર જાડેજાનો છે. આ વિડીયોમાં જોવા મળે છે કે જાડેજા એક પ્રસંગે બોલ ફેંકતા પહેલા સાથી ખેલાડી મોહમ્મદ સિરાજ પાસે જાય છે અને તેની પાસેથી કંઈક લે છે અને તેની આંગળીઓમાં નાખે છે.

ADVERTISEMENT

ઑસ્ટ્રેલિયન મીડિયા આઉટલેટ Foxsports.com.au એ આ વિડિયો શેર કર્યો. જેમાં જાડેજાનો આ વીડિયો ટ્વટી કર્યો હતો. ત્યાર બાદ સમગ્ર મામલો વિવાદિત થયો હતો. ઇંગ્લેન્ડથી માંડીને અનેક ટીમના પુર્વ ખેલાડીઓએ આ વીડિયો પર કોમેન્ટ અને રિટ્વિટ કરવા લાગ્યા હતા. માઈકલ વોને ફોક્સ સ્પોર્ટની ટ્વીટ શેર કરતા લખ્યું, ‘તે પોતાની ફરતી આંગળી પર શું મૂકી રહ્યો છે? આવું ક્યારેય જોયું નથી. જે સમયે આ વીડિયો બન્યો છે તે સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાંચ વિકેટે 120 રન હતો. એલેક્સ કેરી અને પીટર હેન્ડ્સકોમ્બ તે સમયે કાંગારૂ ટીમ વતી બેટિંગ કરી રહ્યા હતા. તે પોતાની ફરતી આંગળી પર શું મૂકી રહ્યો છે? આ ક્યારેય નહીં જોયું હોય

ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ટિમ પેને પણ આ અંગે ટિપ્પણી કરી હતી. ટિમ પેને લખ્યું, ‘રોચક.’ જાડેજાએ તેની આંગળીઓ પર શું મૂક્યું હતું તે સ્પષ્ટ નથી. પરંતુ ફૂટેજ જોઈને જણાય છે કે જાડેજાએ પોતાની આંગળીઓને આરામ આપવા માટે કોઈ મલમ લગાવ્યું હશે. બાય ધ વે, માઈકલ વોન અને ટિમ પેઈનની ટિપ્પણીઓ દર્શાવે છે કે વિદેશી ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયન મીડિયાને જાડેજાની સફળતા પસંદ નથી આવી અને તેઓએ એક રીતે ભારતીય ક્રિકેટર પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવવાની કોશિશ કરી છે.

ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, બોલ ટેમ્પરિંગનો વિદેશી ખેલાડીઓનો જૂનો ઈતિહાસ છે. 2018 માં, દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે જ સમયે કેમરન બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટેસ્ટ ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું. જ્યારે બોલ ટેમ્પરિંગ માટે બે ખેલાડીઓ પર એક-એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

જાડેજા ઈજા બાદ પરત ફર્યો છે. જાડેજા લાંબા સમય બાદ મેદાનમાં પરત ફર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે એશિયા કપ દરમિયાન જાડેજાને ઘૂંટણની ઈજા થઈ હતી, ત્યારબાદ તે ક્રિકેટની રમતમાંથી બહાર થઈ ગયો હતો. જાડેજાએ કુલ 47 રનમાં પાંચ વિકેટ લીધી હતી. જાડેજાએ તેની ટેસ્ટ કારકિર્દીમાં 11મી વખત એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (42 રનમાં ત્રણ વિકેટ)નો સારો સાથ મળ્યો. પહેલા દિવસની રમતની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના 177 રનના જવાબમાં ભારતે સ્ટમ્પના સમય સુધી એક વિકેટે 77 રન બનાવી લીધા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT