Ratan Tataને જાનથી મારી નાખવાની મળી ધમકી, કહ્યું- ‘સાયરસ મિસ્ત્રી જેવી થશે હાલત!’

ADVERTISEMENT

gujarattak
social share
google news

દેશના દિગ્ગજ બિઝનેસમેન અને ટાટા ગ્રુપ (Tata Group)ના પૂર્વ ચેરમેન રતન ટાટા (Ratan Tata)ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી એક ફોન કોલ દ્વારા આપવામાં આવી છે, જે મુંબઈ પોલીસને આવ્યો હતો. જે બાદ પોલીસે તાત્કાલિક અબજોપતિ રતન ટાટાની સુરક્ષા વધારી દીધી છે. હવે ધમકી આપનાર શખ્સને શોધી કાઢવામાં આવ્યો છે, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી નથી. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો અને શા માટે આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી?

પોલીસે રતન ટાટાની વધારી સુરક્ષા

રતન ટાટાને જાનથી મારી નાખવાની ધમકીભર્યો ફોન મુંબઈ પોલીસ (Mumbai Police)ની પાસે આવ્યો હતો. ધમકી આપનારે કહ્યું હતું કે રતન ટાટાની તાત્કાલિક સુરક્ષા વધારી દો, નહીં તો તેમની હાલત પણ સાયરસ મિસ્ત્રી (Cyrus Mistry) જેવી જ થશે. આ ફોન કોલ બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી અને તપાસ શરૂ કરીને રતન ટાટાની સુરક્ષા વધારી દીધી. આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ટીમને કામગીરી સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેક્નિકલ સહાય અને ટલિકોમ સર્વિસ પ્રવાઈડરની મદદથી આ ધમકી આપનાર શખ્સને પોલીસ શોંધી કાઢ્યો છે. નોંધનીય છે કે ટાટા સન્સના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાઈરસ મિસ્ત્રીનું ગત વર્ષ 4 સપ્ટેમ્બરે, 2022ના રોજ કાર દુર્ઘટનામાં નિધન થયું હતું.

ધમકી આપનાર 5 દિવસથી ગુમ

સર્વેલન્સની મદદથી મુંબઈ પોલીસે રતન ટાટાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિને શોધી કાઢ્યો હતો. પોલીસે જણાવ્યું કે, ફોન કરનારનું લોકેશન કર્ણાટકમાં હોવાનું જાણવા મળ્યું છે અને તે પુણેનો રહેવાસી છે. પોલીસ જ્યારે પુણે તેના ઘરે પહોંચી ત્યારે પોલીસને જાણવા મળ્યું કે ફોન કરનાર છેલ્લા 5 દિવસથી ગુમ હતો અને તેની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT