જયપુરઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારી હત્યા, પોલીસ થઈ દોડતી
રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના બાદ રાજ્યભરમાં હડકંપ મચી ગયો છે. પોલીસ…
ADVERTISEMENT
રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના બાદ રાજ્યભરમાં હડકંપ મચી ગયો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હુમલાખોરોની શોધખોળ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે, સુખદેવસિંહ ગોગામેડીને બદમાશોએ ચાર ગોળીઓ મારી છે. ઘટના સમયે સુખદેવ સિંહ ગોગામેડી તેમના ઘરે હતા.
ડોક્ટરોએ જાહેર કર્યા મૃત
પોલીસના જણાવ્યા અનુસાર, ફાયરિંગ બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. સુખદેવ સિંહ ગોગામેડીને તાત્કાલિક મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના સમયે સુખદેવ સિંહ ગોગામેડી સાથે હાજર અજીત સિંહ ગંભીર રીતે ઘાયલ થયા છે.
બે શખ્સોએ સુખદેવ સિંહ પર કર્યું ફાયરિંગ
પોલીસનું કહેવું છે કે, સુખદેવ સિંહ ગોગામેડી મંગળવારે બપોરે લગભગ 1:45 વાગ્યે શ્યામ નગર જનપથ ખાતે આવેલા તેમના ઘરની બહાર ઉભા હતા. આ દરમિયાન બે શખ્સો સ્કૂટર પર આવ્યા હતા. હુમલાખોરોએ સુખદેવ સિંહ પર ફાયરિંગ કર્યું હતું. સમચાર મળતા જ શ્યામનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ADVERTISEMENT
પોલીસે હાથ ધરી તપાસ
રાજધાની જયપુરમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે વચ્ચે મંગળવારે આ ગુનાહિત ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજને તપાસ કરી રહી છે. સાથે જ હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
ADVERTISEMENT