યૌન શોષણ કેસના આરોપી બ્રિજભૂષણ સિંહ માંડમાંડ બચ્યા, અચાનક હુમલો થતા…
અમદાવાદ : ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહે પહેલવાનોના યૌન શોષણ કેસમાં ફસાયા છે. મોદી સરકારના નવ વર્ષ પુરા થવા પ્રસંગે યુપીના ગોંડામાં એક જનસભાને સંબોધિત કરવા…
ADVERTISEMENT
અમદાવાદ : ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહે પહેલવાનોના યૌન શોષણ કેસમાં ફસાયા છે. મોદી સરકારના નવ વર્ષ પુરા થવા પ્રસંગે યુપીના ગોંડામાં એક જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. સભામાં તેમના બે સમર્થક જુથો વચ્ચો સેલ્ફી લેવા જેવી બાબતે સામસામે આવી ગયા હતા. ત્યાર બાદ મારામારી થઇ હતી.
બ્રિજભૂષણ શરણસિંહના કાફલા પર સમર્થકોએ હુમલો કર્યો હતો. આ મારામારી અને પથ્થરમારાનો વીડિયો કેમેરામાં કેદ થયો છે. ભાજપના સાંસદ કટકા બજાર વિધાનસભા ક્ષેત્રના બરબર ખાતે ભાજપના લઘુમતી દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજર રહેવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે મોટા પ્રમાણમાં ભાજપના જોડાવા માટે અપીલ કરી હતી.
#WATCH | Uttar Pradesh: Ruckus erupted at the venue of an event of BJP MP Brij Bhushan Sharan Singh in Gonda. The incident occurred when two groups of the MP's supporters clashed with each other reportedly over clicking of selfies. pic.twitter.com/tDUIvD9BSs
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 17, 2023
ADVERTISEMENT
અહીં તેમણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં મોદી લહેર ચાલી રહી છે. દેશની જનતા પીએમ મોદી સાથે છે. આજે અહીં મોંઘવારીની કોઇ અસર નથી થઇ રહી. પીએમ મોદીના રથને અટકાવી શકે તેમ નથી. હિન્દુ,મુસ્લિમ, અમીર ગરીબ બધા સાથે મળીને દોડી રહ્યા છે. દેશમાં કોઇ પણ વિપક્ષી દલ પાસે કોઇ ફોર્મ્યુલા નથી કે કોઇ મુસ્લિમને ક્યાં ભગાડવો. ભાજપ સાંસદ અને કુસ્તી સંઘના ચીફ બ્રિજ ભૂષણ પર મહિલા પહેલવાનોએ યૌન શોષણના આરોપ લગાવ્યા છે. તેઓ છેલ્લા 2 મહિનાથી તેમની ધરપકડની માંગણીઓ દિલ્હીમાં ધરણા કરી રહ્યા છે. જો કે પોલીસ તેઓને આરોપ મુક્ત કર્યા છે.
ADVERTISEMENT