રામલીલા મેદાન: પહેલા હટાવાયા કેજરીવાલના પોસ્ટરો, પછી મંચ પર પહોંચ્યા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ
દિલ્હીમાં આજે ઈન્ડિયા (INDIA) બ્લોકની મેગા રેલી યોજાઈ રહી છે. 'લોકશાહી બચાવો' રેલીને વિપક્ષના તમામ નેતાઓએ સંબોધન કર્યું અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
દિલ્હીના રામ લીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધનની રેલી
તમામ વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન
કેજરીવાલનું પોસ્ટર સ્ટેજ પરથી હટાવાયું
દિલ્હીમાં આજે ઈન્ડિયા (INDIA) બ્લોકની મેગા રેલી યોજાઈ રહી છે. 'લોકશાહી બચાવો' રેલીને વિપક્ષના તમામ નેતાઓએ સંબોધન કર્યું અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ, ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન, બિહારના પૂર્વે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સહિત તમામ વિપક્ષી નેતાઓએ પોતાના સંબંધોનમાં લોકશાહી પર હુમલાની વાત કરી. આ દરમિયાન જ્યારે કાર્યક્રમ શરૂ થયો ન હતો ત્યારે સ્ટેજ પર પોડિયમની નીચેથી કેજરીવાલનું પોસ્ટર જોવા મળ્યું હતું પરંતુ બાદમાં તેને હટાવી દેવામાં આવ્યું હતું.
હટાવાયું કેજરીવાલનું પોસ્ટર
હકીકતમાં, રેલી શરૂ થાય તે પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું એક પોસ્ટર પોડિયમની નીચે લગાવવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અને NSUI સભ્યોએ આનો વિરોધ કર્યો હતો. પોસ્ટરમાં કેજરીવાલને જેલના સળિયા પાછળ બતાવવામાં આવ્યા હતા.વિરોધ બાદ પોસ્ટરને હટાવી દેવામાં આવ્યું હતું.
પડદા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી
જોકે, પડદા પાછળ શું થયું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ તે સ્પષ્ટ હતું કે કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ ઘણા ગઠબંધન સહયોગીની તુલનામાં સ્ટેજ પર ખૂબ જ મોડું પહોંચ્યું હતું અને ત્યાં સુધીમાં પોસ્ટર ત્યાંથી હટાવી દેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
કોંગ્રેસે કહ્યું- આ લોકતંત્ર બચાવો રેલી છે
કોંગ્રેસ અગાઉ પણ આ વાત પર ભાર આપી ચૂકી હતી કે આ એક વ્યક્તિ કેન્દ્રિત રેલી નથી. શનિવારે જ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, 'આ કોઈ વ્યક્તિ વિશેષ પર કેન્દ્રિત રેલી નથી. તેથી જ તેને ‘લોકશાહી બચાવો’ રેલી કહેવામાં આવી રહી છે. આ કોઈ એક પક્ષની રેલી નથી, લગભગ 27-28 પાર્ટીઓ તેમાં સામેલ છે. આ રેલીમાં 'ઈન્ડિયા' બ્લોકના તમામ ઘટકો ભાગ લેશે.'
ADVERTISEMENT