Ram Navami 2024: રામધૂન, સૂર્ય તિલક...અયોધ્યા મંદિરમાં પ્રભુ શ્રીરામનો પહેલો જન્મોત્સવ, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ADVERTISEMENT

Ram Navami 2024
અયોધ્યામાં રામનવમીની ધૂમ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રામ નવમીના તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી

point

રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની પહેલી રામનવમી

point

રામ મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો

Ram Navami 2024: આજે રામ નવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી રામનવમી છે. આ દરમિયાન રામલલાની વિશેષ પૂજા કરવામાં આવશે. રામલલાનો સૂર્ય અભિષેક થશે. આ અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.

વહેલી સવારથી ભક્તોની જામી છે ભીડ

રામનવમી નિમિત્તે રામ મંદિરના કપાટ સવારે 3.30 વાગ્યે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. કહેવાય છે કે રાત્રીના 11 વાગ્યા સુધી ભક્તો રામલલાના દર્શન કરી શકશે. આવી સ્થિતિમાં મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. રામલલાનું સૂર્ય તિલક બપોરે 12.16 કલાકે કરવામાં આવશે.

સરયુ નદીમાં લગાવી રહ્યા છે આસ્થાની ડુબકી

રામલલાના દર્શનને લઈને રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામનવમી નિમિત્તે ભક્તો સરયુ નદીમાં આસ્થા અને શ્રદ્ધાની  ડૂબકી લગાવી રહ્યા છે. રામ નવમી નિમિત્તે બુધવારે વહેલી સવારથી જ ભક્તો રામ મંદિર પહોંચવા લાગ્યા હતા. આ દરમિયાન  મંદિર પરિસર જયશ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

ADVERTISEMENT

પોલીસે ગોઠવ્યો બંદોબસ્ત

અયોધ્યા નગરીમાં રામધૂન ચાલી રહી છે. ચારેય બાજુ રામમય માહોલ સર્જાયો છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. 


કેવું હશે રામલલાનું સૂર્ય તિલક?

રામલલાના સૂર્ય તિલક દરમિયાન ભક્તોને રામ મંદિરમાં જવાની મંજૂરી અપાશે. સૂર્ય તિલક માટે મંદિર ટ્રસ્ટે લગભગ 100 LED લગાવ્યા છે, જ્યારે સરકારે 50 LEDની વ્યવસ્થા કરી છે. આના દ્વારા રામ નવમીનો જશ્ન દેખાડવામાં આવશે. રામલલાની મૂર્તિના સૂર્ય અભિષેકના દર્શન ખૂબ જ અદ્ભુત હશે. બરાબર 12.16 વાગ્યે સૂર્યના કિરણો પાંચ મિનિટ માટે રામલલાની મૂર્તિના કપાળ પર પડશે. કિરણો લેન્સ અને અરીસા સાથે અથડાશે અને રામલલાના કપાળ સુધી પહોંચશે. વૈજ્ઞાનિકોની ટીમે આ અંગે સંપૂર્ણ વ્યવસ્થા કરી લીધી છે.

ADVERTISEMENT

રામલલાને ચઢાવવામાં આવશે 56 ભોગ 

રામ નવમીની વિશેષ પૂજા માટે 56 પ્રકારના ભોગ તૈયાર કરવામાં આવ્યા છે. આ વિશેષ પ્રસાદ રામલલાને અર્પણ કરવામાં આવશે. આ પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવશે. રામજન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે ટ્રસ્ટે રામ નવમી માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે. રામલલાનો સૂર્ય અભિષેક બપોરે 12.16 કલાકે થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT