Ram Mandir: ‘આ 3 મંદિર અમને આપી દો તો કોઈ મસ્જિદ સામે જોઈશું પણ નહીં’, રામ મંદિરના કોષાધ્યક્ષની માંગ

ADVERTISEMENT

ayodhya kashi and mathura
ayodhya kashi and mathura
social share
google news
  • રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજે કાશી અને મથુરા વિશે એક મોટી વાત કહી.
  • પુણેમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું, ‘3 મંદિરો પાછા મળી જવા પર અન્ય મંદિરો પર અમે ધ્યાન આપવા નથી ઈચ્છતા’.
  • ગોવિંદ દેવ ગિરી મહારાજના 75મા જન્મદિવસ નિમિત્તે અનેક ધાર્મિક સ્થળો પર કાર્યક્રમોનું આયોજન.

Ayodhya Ram Mandir: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજે રવિવારે કાશી અને મથુરા વિશે એક મોટી વાત કહી છે. તેમણે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અયોધ્યા બાદ કાશી અને મથુરાના ધાર્મિક સ્થળો શાંતિપૂર્ણ રીતે મળી ગયા બાદ અમે અન્ય તમામ મંદિરો સંબંધિત મુદ્દાઓને છોડી દઈશું.

મંદિરો પર ગોવિંદ દેવ ગિરી મહારાજે શું કહ્યું?

ગોવિંદ દેવ ગિરી મહારાજે પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે, મેં પહેલેથી જ કહ્યું છે કે ત્રણ મંદિરો શાંતિપૂર્ણ રીતે મળી ગયા પછી, અમે અન્ય મંદિરો પર ધ્યાન આપવાનું પણ ઈચ્છતા નથી, કારણ કે આપણે ભવિષ્યમાં જીવવાનું છે, ભૂતકાળમાં નથી જીવવાનું. દેશનું ભવિષ્ય સારું હોવું જોઈએ, તેથી જો આપણે આ ત્રણ મંદિરો (અયોધ્યા, કાશી, મથુરા) સમજણ અને પ્રેમથી મેળવીશું, પછી અમે તમામ અન્ય બાબતોને ભૂલી જઈશું.

લોકોને પ્રેમથી સમજાવવા જણાવ્યું

અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, તે લોકોને પણ પ્રેમથી સમજાવીશું. જુઓ, આ બધી જગ્યાઓ માટે એક વાત કહી શકાય નહીં. અમુક જગ્યાએ સમજુ લોકો છે તો અમુક જગ્યાએ સમજુ લોકો નથી. જ્યાં જેવી સ્થિતિ છે, ત્યાં તે રીતે લોકોને સમજાવવાનો પ્રયાસ કરો. અમે કોઈ પણ પ્રકારે દેશમાં શાંતિ ડહોળવા દઈશું નહીં.

ADVERTISEMENT

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજના 75મા જન્મદિવસ નિમિત્તે 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન અનેક ધાર્મિક સ્થળો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં તેઓ પુણેના આલંદી પહોંચ્યા, જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું. RSSના વડા મોહન ભાગવત અને શ્રી શ્રી રવિશંકર અને અન્ય લોકોએ પણ આ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

ADVERTISEMENT

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ 500 વર્ષ બાદ રામ મંદિરનું નિર્માણ થયું છે. પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં 22 જાન્યુઆરી, 2024 ના રોજ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, પરંતુ હાલમાં મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને આ ડિસેમ્બર સુધીમાં નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે. આ સિવાય જ્ઞાનવાપી અને મથુરા શ્રી કૃષ્ણ જન્મસ્થળનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT