Ram Mandir Inauguration: આજથી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન શરૂ, અયોધ્યામાં 7 દિવસ શું-શું થશે?

ADVERTISEMENT

gujarattak
social share
google news
Ram Mandir Ramlala Pran Pratishtha: અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ માટે આજે વિશેષ પૂજાની સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ ઐતિહાસિક ધાર્મિક અનુષ્ઠાન પ્રાણ પ્રતિષ્ઠા  (Ram Mandir Pran Pratistha) મહોત્સની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

આવતીકાલે મંદિરમાં પ્રવેશ કરશે ભગવાનની મૂર્તિ

આવતીકાલે બુધવારે 17મી જાન્યુઆરીએ ભગવાન રામલલાની મૂર્તિ રામ મંદિરમાં પ્રવેશ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમારોહના યજમાન હશે. તેઓ 21 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે અને 22 જાન્યુઆરીએ ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ બનશે. કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની પ્રતિમા ગર્ભગૃહમાં સ્થાપિત થશે. 20-21 જાન્યુઆરીએ દર્શન નહીં થાય.

આ તમામ કાર્યક્રમો 7 દિવસ સુધી ચાલશે

– 16 જાન્યુઆરીએ આજે વિશેષ પૂજા અંતર્ગત પ્રાયશ્ચિત અને કર્મ કુટી પૂજન.
– 17 જાન્યુઆરીએ સાંજે રામલલાની મૂર્તિ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં પ્રવેશ કરશે.
– 18 જાન્યુઆરીએ સાંજે તીર્થ પૂજન, જળયાત્રા, જલાધિવાસ, ગંધાધિવાસ થશે.
– 19 જાન્યુઆરીએ સવારે ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ
– 19 જાન્યુઆરીએ સાંજે જ ધન્યધિવાસ યોજાશે.
– 20 જાન્યુઆરીએ સવારે શર્કરાધિવાસ, ફળાધઇવાસ થશે.
– 20 જાન્યુઆરીએ સાંજે જ પુષ્પાધિવાસ થશે.
– 21 જાન્યુઆરીએ સવારે મધ્યાધિવાસ થશે.
– 21 જાન્યુઆરીએ સાંજે જ શચ્યાધિવાસ થશે.
– 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:20થી 1 વાગ્યાની વચ્ચે રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે.

પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત

પોષ શુક્લ કુર્મ દ્વાદશી, વિક્રમ સંવત 2080, સોમવાર, 22 જાન્યુઆરી, 2024, બપોરે 12:20 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે, 84 સેકન્ડનું શુભ અભિજીત મુહૂર્ત.

121 પૂજારીની ટીમ વિધિ કરાવશે

પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહમાં મહત્તમ 7 અધિવાસ અને ન્યૂનત્તમ3 અધિવાસ હોય છે. સમગ્ર વિધિ (અનુષ્ઠાન) 121 પૂજારીઓની ટીમ દ્વારા કરવામાં આવશે. કાશીના શ્રી લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય આચાર્ય હશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT