Ram Mandir માટે 20 પૂજારીઓની પસંદગી, 6 મહિના સુધી ચાલશે ટ્રેનિંગ, કેટલો અપાશે પગાર?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ram Mandir Ayodhaya Priest Training Session: અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરમાંથી ઘણી જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો મંદિરમાં પૂજા અર્ચના કરનાર પૂજારીઓની પણ પસંદગી કરવામાં આવી છે. દેશભરમાંથી લગભગ 20 અર્ચક (પૂજારી)ની પસંદગી કરવામાં આવી છે, જેમની ટ્રેનિંગ આજથી શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનિંગ લગભગ 6 મહિના સુધી ચાલુ રહેશે અને જેઓ આ ટ્રેનિંગને સફળતાપૂર્વક પૂર્ણ કરશે, તેમને મંદિરના પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પુરોહિતો (પૂજારી) માટે ભરતી બહાર પાડી હતી. જેમાં લગભગ 3 હજાર પૂજારીઓએ અરજી કરી હતી, જેમાંથી 200 પૂજારીઓને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 20ની પસંદગી કરવામાં આવી હતી.

કયા અપાશે ટ્રેનિંગ?

મીડિયા રિપોર્ટ અનુસાર, પૂજારીઓની પસંદગી વૃંદાવનના ઉપદેશક જયકાંત મિશ્રા અને અયોધ્યાના બે મહંત મિથિલેશ નંદિની શરણ અને સત્યનારાયણ દાસ દ્વારા કરવામાં આવી છે. આ પૂજારીઓને અયોધ્યાના રામકોટ મંદિરમાં ટ્રેનિંગ અપાશે. 6 મહિનાની ટ્રેનિંગ બાદ પૂજારીઓને અલગ-અલગ પદો પર નિયુક્ત કરવામાં આવશે. ટ્રેનિંગ દરમિયાન પૂજારીઓને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે. તેમના રહેવા-જમાવાની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવશે. હિન્દુ ધર્મના વિવિધ વિષયો અને ધર્મશાસ્ત્રના નિષ્ણાતો પૂજારીઓને તાલીમ આપશે. ખાસ કરીને પૂજારીઓને સત્યનારાયણ દાસ ટ્રેનિંગ આપશે. રામાનંદી સંપ્રદાય મુજબ રામલલ્લાની પૂજા કરવામાં આવશે. આ સંપ્રદાયના પ્રથમ આચાર્ય ભગવાન રામ હતા. પસંદ કરાયેલા પૂજારીઓને આ સંપ્રદાયની પૂજા પદ્ધતિ શીખવવામાં આવશે.

6 મહિનાની ટ્રેનિંગ બાદ ટેસ્ટ લેવામાં આવશે

ટ્રેનિંગ દરમિયાન પૂજારીઓને શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પૂજા અને અનુષ્ઠાનની વિધિ સમજાવવામાં આવશે. જે બાદ એક ટેસ્ટ પણ લેવામાં આવશે. 22 જાન્યુઆરી, 2024એ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. જે બાદ મંદિરમાં પૂજાની વિધિ પણ બદલાશે. દરેક મંદિરમાં 2 પૂજારીની નિમણૂક કરવામાં આવશે, જેઓ 2 શિફ્ટમાં લગભગ 8 કલાક કામ કરશે. ભંડેરી, કોઠારી અને સેવાદારની પણ નિમણૂક કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT