Raksha Bandhan 2023 Date: રાખડી બાંધવા માત્ર આટલા કલાકનું જ મુહર્ત, 30 કે 31 ઓગસ્ટ કઇ છે સાચી તારીખ?
Raksha Bandhan 2023 Date: રક્ષાબંધનની તારીખ અંગે આ વખતે ખુબ જ અસંમજસ જોવા મળી રહી છે કારણ કે આ વર્ષે રક્ષાબંધન 30 અથવા 31 ઓગસ્ટ…
ADVERTISEMENT
Raksha Bandhan 2023 Date: રક્ષાબંધનની તારીખ અંગે આ વખતે ખુબ જ અસંમજસ જોવા મળી રહી છે કારણ કે આ વર્ષે રક્ષાબંધન 30 અથવા 31 ઓગસ્ટ બે દિવસ થશે. જ્યોતિષના જાણકારોના અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો રહેશે. 30 ઓગસ્ટે ભદ્રા હોવાના કારણે રાત્રે જ રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત મળી રહ્યું છે. જો તમે સવારથી જ રક્ષાબંધન મનાવવા માંગે છે તો 31 ઓગસ્ટની તારીખ રક્ષાબંધન માટે સૌથી સારી રીતે તૈયાર રહેશે.
લોકો રક્ષાબંધનની તારીખ અંગે ભારે કન્ફ્યુઝન
લોકો આ વર્ષે રક્ષાબંધનની તારીખ અને દિવસ અંગે ખુબ જ વધારે કન્ફ્યુઝ છે. કેટલાક લોકોનું માનવું છે કે રાખડી 30 ઓગસ્ટે બાંધવી તો કેટલાક લોકો 31 ઓગસ્ટે રક્ષાબંધન મનાવવા માટે કહી રહ્યા છે. આજે આ આર્ટિકલ દ્વારા જાણો કે રક્ષાબંધન કયા દિવસે શાસ્ત્રોક્ત રીતે ઉજવી શકાય. રાખડી બાંધવા માટે કેટલા કલાકનું મુહર્ત મળશે અને ભદ્રાકાળ લાગવાના કારણે રાખડી નહી બાંધવામાં આવે.
પંડીતો રક્ષાબંધન અંગે શું અભિપ્રાય આપી રહ્યા છે
જ્યોતિષશાસ્ત્રીઓ અથવા પંડિતોના અનુસાર રક્ષાબંધનનું પર્વ આ વર્ષે 30 અને 31 ઓગસ્ટ બંન્ને દિવસે મનાવાશે. રક્ષાબંધનનું પર્વ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પુર્ણિમાં તિથિના રોજ મનાવવામાં આવે છે. પુર્ણિમાં તારીખ 30 ઓગસ્ટે સવારે 10.59 મિનિટથી શરૂ થશે. તિથિનું સમાપન 31 ઓગસ્ટે સવારે 07.05 મિનિટે થશે. જો કે આ વખતે રક્ષાબંધનના પર્વ 30 અને 31 ઓગસ્ટ બંન્ને દિવસે મનાવાશે.
ADVERTISEMENT
30 ઓગસ્ટે રાત્રે 09 વાગ્યા બાદ શુભ મુહુર્ત
જ્યોતિષ શાસ્ત્રો અનુસાર 30 ઓગસ્ટ પુર્ણિમાની તિથી સવારે 10.59 મિનિટે ભદ્રા કાલની શરૂઆત થઇ જશે. અને ભદ્રાકાળનું સમાપન રાત્રે 09.02 મિનિટે થશે. વૈદિક જ્યોતિષમાં ભદ્રાને અશુભ કાળ માનવામાં આવ્યો છે અને આ કાળમાં કોઇ શુભ કાર્ય વર્જિત છે. માટે 30 ઓગસ્ટે રાત્રે 09.02 વાગ્યા પછી રાખડી બાંધી શકાય છે. જો કે કેટલાક શાસ્ત્રો અનુસાર રાત્રે રાખડી બાંધવી યોગ્ય નથી.
રાખડી બાંધવા માટે બપોરનો સમય સૌથી શુભ પરંતુ..
પૌરાણીક માન્યતા અનુસાર રાખડી બાંધવા માટે બપોરનો સમય શુભ હોય છે. જો કે બપોરના સમયે ભદ્રા કાળ હોય તો ફરીથી પ્રદોષ કાળમાં રાખડી બાંધવી શુભ હોય છે. તેવામાં 30 ઓગસ્ટ ભદ્રાકાળના કારણે રાખડી બાંધવાનું શુભ મુહુર્તનો સમય યોગ્ય નહી હોય. તે દિવસે રાત્રે જ રાખડી બાંધવાનું શુભ મુહુર્ત છે.
ADVERTISEMENT
31 ઓગસ્ટે સવારે 07.05 મિનિટ સુધી રક્ષાબંધન
31 ઓગસ્ટે શ્રાવણ પુર્ણિમાં સવારે 07.05 મિનિટ સુધી છે. આ સમયે ભદ્રાનો પડછાયો નહી. આ કારણથી 31 ઓગસ્ટે સવારે 07.05 મિનિટ સુધીના શુભ મુહુર્તમાં તમે રાખડી બાંધી શકો છો. તેવામાં રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટ બંન્ને દિવસ મનાવી શકાય છે.
ADVERTISEMENT
રાખડી બાંધવા માટે 10 કલાકનો સમય મળશે. જેમાં રાખડી બાંધી શકાય છે. 30 ઓગસ્ટે રાત્રે 09.02 થીરાખડી બાંધી શકો છો અને 31 ઓગસ્ટે સવારે 07.05 મિનિટ પહેલા રાખડી બાંધી શકો છો.
શું છે ભદ્રા અને રાખડી કેમ ન બાંધી શકાય?
રક્ષાબંધનમાં ભદ્રાકાળમાં રાખી ન બાંધવી જોઇએ. તેની પાછળ એક પૌરાણિક માન્યતા પણ છે. એવું કહેવાય છે કે, લંકાપતિ રાવણની બહેને ભદ્રાકાળમાં જ તેને રાખડી બાંધી હતી. એક વર્ષની અંદર તેનો વિનાશ થઇ ગયો હતો. એવું કહેવાય છે કે, ભદ્રા શનિદેવની બહેન હતી. ભદ્રાને બ્રહ્માજી તરફથી શ્રાપ હતો કે જે પણ ભદ્રાકાળમાં શુભ કે માંગલિક કાર્ય કરશે તેનું પરિણામ અશુભ જ રહેશે.
રક્ષાબંધનની પુજન વિધિ
રાખડી બાંધતા પહેલા બહેને અને ભાઇ બંન્ને ઉપવાસ રાખે છે. ભાઇને રાખડી બાંધતા પહેલા થાળી સજાવવી જોઇએ. થાળીમાં અક્ષત, દિવો, કુમકુમ, મીઠાઇ રાખો. રાખડી બાંધતા પહેલા ભાઇના માથા પર તિલક લગાવો. ત્યાર બાદ ભાઇ પર અક્ષત છાંટો. બહેન પોતાના ભાઇના જમણા હાથ પર રાખડી બાંધો. રાખડી બાંધ્યા બાદ ભાઇની આરતી ઉતારવી. જો ભાઇ મોટો હોય તો તેના ચરણ સ્પર્શ કરવા અને આશિર્વાદ લેવા. ભાઇને મીઠાઇ ખવડાવવી. ભાઇના હાથે મોઢુ મીઠુ કરવું અને પોતાનું સામર્થય અનુસાર ભેટ આપે. રાખડી બાંધતા સમયે બહેનો મંત્રોનું જાપ કરે.
રક્ષાબંધનના દિવસે કરો આ મંત્રનો જાપ
રક્ષાબંધનનું પર્વ ભાઇ બહેનના પ્રેમ સ્નેહ અને એક બીજાની ચિંતા, રક્ષાનું પર્વ છે. આ પર્વ સદિઓથી મનાવાય છે. જેનો હાલના સમયમાં ખુબ જ મહત્વ છે. માનવામાં આવે છે કે, રક્ષાસુત્ર બાંધતા સમયે આ મંત્રોનો જાપ કરવું જોઇએ અને પ્રેમ સહયોગનું વચન પણ લેવું જોઇએ.
येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबल:।
तेन त्वाम् प्रतिबद्धनामि, रक्षे माचल माचल:।।
ADVERTISEMENT