VIDEO : 'લોહીના ઘુંટડા પી શકું છું...', ખડગેના નિવેદન પર ભડક્યા રાજ્યસભાના સભાપતિ ધનખડ

ADVERTISEMENT

Jagdeep Dhankhar rebukes
રાજ્યસભાના સભાપતિ ધનખડ
social share
google news

Jagdeep Dhankhar rebukes Congress chief: સંસદ સત્ર દરમિયાન રાજ્યસભામાં તકરાર જોવા મળી. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પર લાલઘુમ થઈ ગયા. જગદીપ ધનખરે કહ્યું કે મારામાં ઘણી સહનશક્તિ છે, હું લોહીના ઘુંટડા પી શકું છું. મેં શું-શું કર્યું છે, કેટલું સહન કર્યું છે અને તમે ફટ દઈને ઉભા થઈને ગમે તે બોલી જાવ છો. રાજ્યસભાના ઈતિહાસમાં ક્યારેય અધ્યક્ષનું આટલું અપમાન થયું નથી. રાજ્યસભાના અધ્યક્ષે વિપક્ષના નેતાને કહ્યું કે, એવા ઘણા પ્રસંગો આવ્યા છે, જ્યારે તમારી પ્રતિષ્ઠાને મોટો ફટકો લાગ્યો છે અને મેં તમારી પ્રતિષ્ઠાને બચાવવાનો પ્રયાસ કર્યો છે. 

..તમારા જેવા વ્યક્તિને જયરામ ટોકે છેઃ જગદીપ ધનખર

સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી હતી. ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારી બોલી રહ્યા હતા. આ વચ્ચે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે બોલવા માટે ઉભા થયા અને ત્યારે પાછળથી જયરામ રમેશે કંઈક કહ્યું. તેના પર જગદીપ ધનખરે કહ્યું કે જ્યારે પ્રથમ હરોળમાં તમારા જેવી વ્યક્તિ છે, જેમની પાસે 56 વર્ષનો અનુભવ છે. તે વ્યક્તિને જયરામ રમેશ વચ્ચે ટોકે છે, મદદ કરવાનો પ્રયાસ કરે છે. આના પર વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે તેમની જગ્યાએ ઉભા થયા.

 

ADVERTISEMENT

'અધ્યક્ષનું ક્યારે આટલું અપમાન થયું નથી'

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મને ન તો રમેશ બનાવી શકે છે ન તો તમે બનાવી શકો છો. નજીકની સીટ પર બેઠેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષની તરફ ઈશારો કરીને મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મને બનાવનાર અહીં બેઠા છે, સોનિયા ગાંધી. મને જનતાએ બનાવ્યો છે. આ પછી રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું કે, ખડગેજી,  હું તે લેવલે આવવા માંગતો નથી. મારી વાત ધ્યાનથી સાંભળો. તેમણે કહ્યું કે રાજ્યસભાના ઈતિહાસમાં ક્યારેય અધ્યક્ષનું આટલું અપમાન થયું નથી.

    follow whatsapp

    ADVERTISEMENT