Rajya Sabha Election 2024: અખિલેશની ડિનર પાર્ટીનો સ્વાદ બગડ્યો, સપાના 8 MLA ગુમ
Rajya Sabha Election 2024 : સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સોમવારે રાત્રે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું પરંતુ હવે તેનો સ્વાદ બગડતો જોવા મળી રહ્યો છે. કારણ કે રાજ્યસભાની ચૂંટણી અગાઉ 8 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.
ADVERTISEMENT
UP Rajya Sabha Polls 2024: ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો માટે મતદાન થવામાં 14 કલાકથી પણ ઓછો સમય બાકી છે. આ પહેલા સમાજવાદી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, સપાના વડા અખિલેશ યાદવનું ડિનર પોલિટિક્સ પણ નિષ્ફળ ગયું છે. સૂત્રોનો દાવો છે કે SP ચીફ દ્વારા આમંત્રિત ડિનરમાં 8 ધારાસભ્યો પહોંચ્યા નથી.
8 ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતા
સૂત્રોએ દાવો કર્યો છે કે, પૂજા પાલ, મહારાજી દેવી, રાકેશ પાંડે, રાકેશ સિંહ, મનોજ પાંડે, વિનોદ ચતુર્વેદી, અભય સિંહ સહિત અડધો ડઝન ધારાસભ્યો અખિલેશના ડિનરમાં પહોંચ્યા ન હતા. નોંધનીય છે કે રાજ્યસભાની 10 બેઠકો માટે 11 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 8 ભાજપના અને 3 સપાના છે. ભાજપને તેના તમામ ઉમેદવારોને જીતાડવા માટે વધુ 8 ધારાસભ્યોની જરૂર છે. જ્યારે સપાને પોતાના 3 ઉમેદવારોને જીતાડવા માટે 6 મતોજી જરૂર છે.
રાજભરે ક્રોસ વોટિંગનો દાવો કર્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાજી દેવી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિની પત્ની છે. મહારાજી દેવીના સંદર્ભમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના નેતા અને યુપીના પૂર્વ કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો હતો કે તે ક્રોસ વોટિંગ કરી શકે છે.
ADVERTISEMENT
રાકેશ પાંડેના નામ પર પહેલાથી જ સસ્પેંસ હતું
આ સિવાય રાકેશ પાંડેના નામ પર પહેલાથી જ સસ્પેન્સ હતું. હાલમાં જ તેમનો પુત્ર રિતેશ પાંડે BSP છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે. રિતેશ હાલમાં આંબેડકર નગર લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ છે.
નંબર ગેમ શું છે?
સપાએ આ ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો ઉતાર્યા છે - જયા બચ્ચન, રામલાલ જી સુમન અને આલોક રંજન. 403 ધારાસભ્યોવાળી યુપી વિધાનસભામાં ભાજપ પાસે 252 ધારાસભ્યો, એસપીના 108, કોંગ્રેસ 2, નિષાદ પાર્ટીના 6, સુભાષપના 6, અપના દળ એસના 13 અને જનસત્તા દળ લોકતાંત્રિકના 2 ધારાસભ્યો છે. આ સિવાય એક ધારાસભ્ય પણ બસપાના છે. જો કે, તેમાંથી 4 બેઠકો ખાલી છે અને 2 ધારાસભ્યોને જેલમાંથી આવીને મતદાન કરવાની પરવાનગી મળી નથી. આવી સ્થિતિમાં, કુલ મતદારોની સંખ્યા 397 છે અને દરેક રાજ્યસભા બેઠક માટે 37 મતોની જરૂર છે.
ADVERTISEMENT
કુંડાના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ રાજા ભૈયાએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની પાર્ટીના બંને ધારાસભ્યો ભાજપને જ મત આપશે. અખિલેશે રાજા ભૈયાને તેમના ડિનર પર પણ આમંત્રણ આપ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT