રાજપુત કરણી સેનાના પ્રદેશ પ્રમુખની ગોળી મારી દેવાઇ, હાલત અત્યંત નાજુક

ADVERTISEMENT

Bhavar sinh Rajpoot Karni sena
Bhavar sinh Rajpoot Karni sena
social share
google news

ઉદયપુર : રાજસ્થાનના ઉદયપુરમાં રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ ભંવર સિંહને ગોળી મારી દેવામાં આવી છે. ઉદયપુર પોલીસે રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પર કથિત રીતે ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ દિગ્વિજય તરીકે કરી છે. રાજસ્થાનના ઉદયપુરમાં રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ ભંવર સિંહને ગોળી મારી દેવામાં આવી છે. રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પર કથિત રીતે ફાયરિંગ કરનાર આરોપી દિગ્વિજયની ઉદયપુર પોલીસે ધરપકડ કરી છે. ઘાયલ વ્યક્તિને પોલીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ગોળી મારનાર યુવકને પણ હોસ્પટલમાં દાખલ કરાયો

ગોળી મારનાર વ્યક્તિને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગોળી ચલાવ્યા બાદ ભંવરસિંહના સમર્થકોએ ગોળીબાર કરનારા યુવકને ઝડપી લીધો હતો. યુવકનું નામ દિગ્વિજયસિંહ હોવાનું સામે આવ્યું છે. તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ ભંવરસિંહને ગોળી મારવા પાછળ પ્રાથમિક દ્રષ્ટિએ જૂની અદાવત હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ગોળી તે સમયે ચલાવવામાં આવી જ્યારે ઉદયપુરના બીએન સંસ્થાન કેમ્પસમાં રાજપૂત કરણી સેનાની મીટીંગ ચાલી રહી હતી. મીટિંગ દરમિયાન તેના પર ગોળીબાર થયો હતો.

ADVERTISEMENT

ભંવરસિંહના સમર્થકોએ ગોળી ચલાવનાર યુવકને ઢોર માર માર્યો

હાજર સમર્થકો દ્વારા હુમલાખોર યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. ભંવર સિંહના સમર્થકોએ ગોળી ચલાવનારા યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. હાલ તો બંન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભંવરસિંહની સ્થિતિ ખુબ જ નાજુક હોવાનું સામે આવી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT