પતિ અને સંતાનોને છોડીને પ્રેમી સાથે વિદેશ ભાગી! સીમા હૈદર અને અંજુ બાદ હવે દીપિકા ચર્ચામાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

ડુંગરપુર: સીમા હૈદર અને અંજુ બાદ હવે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની દીપિકાનું નામ ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા તેના બાળકોને છોડીને તેના પ્રેમી સાથે વિદેશ ભાગી ગઈ છે. હાલમાં દીપિકાના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તપાસ ચાલી રહી છે પરંતુ હજુ સુધી દીપિકાનો કોઈ પત્તો મળ્યો નથી. વિસ્તારના લોકો તેને લવ જેહાદની ઘટના ગણાવી રહ્યા છે.

10 જુલાઈએ ઘરેથી નીકળી હતી મહિલા
મામલો ડુંગરપુર જિલ્લાના ભમાઈ ગામનો છે. જ્યાં 10 જુલાઈના રોજ એક મહિલા ઘરેથી કહ્યા વગર અન્ય સમાજના યુવક સાથે વિદેશ ગઈ હતી. મહિલાને બે બાળકો છે. એક દીકરી 11 વર્ષની છે જ્યારે દીકરો 7 વર્ષનો છે. પત્ની ઘરમાંથી અચાનક ગાયબ થઈ જતાં પતિએ ચિત્રી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પરંતુ હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ ગતરોજ એસપી કચેરીનો ઘેરાવ કર્યો હતો.

અવારનવાર મહિલા ગુજરાત સારવાર માટે આવતી
જણાવી દઈએ કે મહિલા બે બાળકો સાથે ગામમાં રહેતી હતી જ્યારે તેનો પતિ મુંબઈમાં કામ કરતો હતો. પતિની ગેરહાજરીમાં મહિલાઓ અવારનવાર ગુજરાત અને ઉદયપુર સારવાર માટે જતી હતી. 10મી જુલાઈના રોજ પણ તે પોતાને બીમાર હોવાનું જણાવી સારવાર માટે ગુજરાતના ખેડબ્રહ્મા આવી હતી પરંતુ 13મી જુલાઈ સુધી પરત આવી ન હતી.

ADVERTISEMENT

ઘરમાં રોકડ અને દાગીના પણ ગાયબ હતા
દરમિયાન તેણે તેના પતિને વોટ્સએપ પર ફોન કરીને કહ્યું હતું કે, ‘તમે મારાથી નાખુશ હતા, તેથી હું તમારાથી દૂર આવી ગઈ છું…’ આ સાંભળીને પતિ ચોંકી ગયો હતો. જ્યારે તે ઉતાવળમાં મુંબઈથી ઘરે આવ્યો ત્યારે તેને તેની પત્ની ગાયબ હોવાનું જણાયું. ઘરમાં તપાસ કરતાં લાખોની કિંમતના દાગીના અને રોકડ પણ ગાયબ હતી. જે બાદ પતિએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ હજુ ચાલુ છે.

મહિલાની બુરખો પહેરેલી તસવીર સામે આવી
આ કેસમાં ચિત્રી પોલીસ સ્ટેશનના અધિકારી ગોવિંદ સિંહે જણાવ્યું કે મુકેશ પાટીદારે રિપોર્ટમાં જણાવ્યું છે કે તેની પત્ની દીપિકા 7 જુલાઈ 2023ના રોજ ઘરેથી સારવારના નામે ગુજરાત જશે. ત્યાંથી પત્ની ગુમ થઈ ગઈ હતી. અમે તપાસ કરી રહ્યા છીએ. આ દરમિયાન મહિલાની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે એક યુવક સાથે બુરખો પહેરેલી જોવા મળી રહી છે. જ્યારે બીજી તસવીરમાં તે સાડીમાં જોવા મળી રહી છે. આ ઘટના અંગે લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે. મહિલા કુવૈત જતી હોવાની વાત પણ સામે આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT