‘જે આપણા યાત્રીઓ ગયા છે, તેમને સલામ કરું છું…’ ચંદ્રયાન-3 પર શુભેચ્છા આપતા મંત્રીજીએ ભાંગરો વાટ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Chandrayaan-3: ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. દેશ અને દુનિયાની હસ્તીઓ ISROના વૈજ્ઞાનિકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવી રહી છે. જો કે, માનવરહિત ચંદ્રયાન-3ના ઉતરાણને લઈને રાજસ્થાન સરકારના રમતગમત મંત્રી અશોક ચંદનાએ નિવેદન આપીને પોતે જ શરમમાં મુકાઈ ગયા.

તેમણે કહ્યું, “આપણે સફળ રહ્યા અને સુરક્ષિત લેન્ડિંગ કર્યું… તેથી જે આપણા યાત્રીઓ ગયા છે, તેમને હું સલામ કરું છું. આપણો દેશે વિજ્ઞાન અને અવકાશ સંશોધનમાં વધુ એક પગલું આગળ વધ્યો છે, તેના માટે હું તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું.” હવે આ નિવેદન પર અશોક ગેહલોત સરકારના મંત્રી અશોક ચાંદનાને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે રાજસ્થાન સરકારના મંત્રી અશોક ચંદનાના નિવેદન પર કટાક્ષ કર્યો છે. ટ્વીટર પર પૂર્વ કેન્દ્રીય મંત્રીએ લખ્યું, “ઘમંડિયા ઠગબંધન સ્પેશિયલ!! ચંદ્રયાન પર રાજસ્થાનના મંત્રી અશોક ચંદનાજી અને બિહારના મુખ્યમંત્રીનું જ્ઞાન જોઈને તમે શું કહેશો?

જો કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વિટર દ્વારા ચંદ્રયાન 3 મિશનની સફળતા પર અભિનંદન પાઠવ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ અવકાશ ક્ષેત્રમાં નવો ઈતિહાસ રચતા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર ‘વિક્રમ’ અને રોવર ‘પ્રજ્ઞાન’થી સજ્જ LMનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા મેળવી છે. ભારતીય સમય અનુસાર સાંજે લગભગ 6.40 વાગ્યે તે ચંદ્રની સપાટીને સ્પર્શ્યો હતો. આ સાથે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ અને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચાર દેશોમાંથી એક બની ગયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT