Rajasthan Politics: સીએમ અશોક ગહલોતે પોતાના મંત્રીને ફોન કરીને પદ પરથી હટાવ્યા

ADVERTISEMENT

Rajasthan Minister case
Rajasthan Minister case
social share
google news

Manipur Violence: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે મંત્રી રાજેન્દ્ર ગુઢાને પદ પરથી બર્ખાસ્ત કરી દીધા છે. સમાચાર એજન્સી PTI ના સુત્રોના હવાલાથી માહિતી આપી છે. રાજસ્થાન સરકારમાં મંત્રી રાજેન્દ્ર ગુઢાએ વિધાનસભામાં પોતાના જ સરકારને ઘેર્યા છે. તેમણે વિધાનસભામાં મણિપુર આ મામલે નિવેદન આપતા પોતાના જ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. મંત્રીના નિવેદન પર નેતા પ્રતિપક્ષ રાજેન્દ્ર રાઠોડે સરકાર પર વ્યંગ કર્યો છે.

મંત્રી રાજેન્દ્ર ગુઢાએ પોતાની જ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, મણિપુરના બદલે અમને પોતાના ગિરેબાનમાં જોવું જોઇએ. વિધાનસભામાં મંત્રી રાજેન્દ્ર ગુઢાએ પોતાની જ સરકારને ઘેરતા કહ્યું કે, અમે આ વાત સ્વીકાર કરવો જોઇએ કે અમે મહિલાઓની સુરક્ષામાં અસફળ થઇ ગયા. રાજસ્થાનમાં જે પ્રકારે મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે. મણિપુરના બદલે આપણે પોતાના જ ગિરેબાનમાં જોવું જોઇએ.

મંત્રી રાજેન્દ્ર ગુઢા દ્વારા પોતાની જ સરકાર પર નિશાન સાધવાથી નિવેદન અંગે ભાજપે વ્યંગ કરતા એક વીડિયો શેર કર્યો છે. નેતા પ્રતિપક્ષ રાજેન્દ્ર રાઠોડે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે વીડિયો શેર કરતા લખ્યું કે, રાજસ્થાનમાં બહેન દિકરીઓ ઉપર થઇ રહેલા અત્યાચારો તથા દુષ્કર્મનું સત્ય સ્વયં સરકારના મંત્રી રાજેન્દ્ર ગુઢા જણાવી રહ્યા છે. સંવિધાનના આર્ટિકલ 164 (2) અનુસાર મંત્રીમંડળ સામૂહિક ઉત્તરદાયિત્વના આધારે કામ કરે છે અને એક મંત્રીનું નિવેદન સમગ્ર મંત્રિમંડળ એટલે કે સરકારનું માનવામાં આવે છે.

ADVERTISEMENT

મુખ્યમંત્રી અશોક ગહલોતજી અમારુ નહી તો કમ સે કમ પોતાના મંત્રીના નિવેદન પર સંજ્ઞાન લો. ગૃહમંત્રી તરીકે લચર કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળી લો. પોતાની જ સરકારની વિરુદ્ધ મંત્રી રાજેન્દ્ર ગુઢા દ્વારા નિશાન સાધવામાં આવતા રાજસ્થાનનું રાજકારણ ગરમાઇ ચુક્યું છે. રાજસ્થાનના સીએમ અશોક ગહલોતે મોટો નિર્ણય લેતા રાજેન્દ્ર ગુઢાને મંત્રીપદ પરથી બર્ખાસ્ત કરી દીધા છે.

    follow whatsapp

    ADVERTISEMENT