રાજપૂત, બ્રાહ્મણ અને જાટ; ભાજપે રાજસ્થાન માટે શોધ્યો ઉકેલ, ‘1+2’ની ફોર્મ્યુલા લાગુ કરાશે!
Rajasthan Political News: રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ એક સપ્તાહ બાદ પણ ભારતીય જનતા પાર્ટીએ કોઈ સંકેત નથી આપ્યા કે રાજ્યની કમાન કોના હાથમાં સોંપવામાં…
ADVERTISEMENT
Rajasthan Political News: રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ એક સપ્તાહ બાદ પણ ભારતીય જનતા પાર્ટીએ કોઈ સંકેત નથી આપ્યા કે રાજ્યની કમાન કોના હાથમાં સોંપવામાં આવશે. ચૂંટણી પહેલા જ શરૂ થયેલી અટકળો 3 ડિસેમ્બરે મતગણતરી બાદ ચરમસીમાએ પહોંચી ગઈ હતી. ઘણા નામો પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે ભાજપે ‘રાજસ્થાનનો ઉકેલ’ શોધી લીધો છે. છત્તીસગઢની જેમ રાજસ્થાનમાં પણ ‘1+2’ની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. જોકે, મંગળવારે યોજાનારી ધારાસભ્ય દળની બેઠક બાદ જ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
બે નાયબ મુખ્યમંત્રીની કરાશે પસંદગી
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, રાજસ્થાનમાં મુખ્યમંત્રીની સાથે બે નાયબ મુખ્યમંત્રી પણ આ અઠવાડિયે કમાન સંભાળવા જઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે, રાજપૂત, બ્રાહ્મણ, મીણા અથવા જાટ સમુદાયમાંથી ત્રણ નેતાઓને ત્રણ સૌથી મહત્વપૂર્ણ પદ આપવામાં આવશે. સ્પીકર પદ માટે એસી (દલિત) મહિલા ધારાસભ્યના નામ પર વિચાર કરવામાં આવ્યો છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, પ્રમુખ જાતિઓ અને સમુદાયો તેમના ઉમેદવારોને ટોચના પદ પર જોવા માંગે છે. સોશિયલ એન્જિનિયરિંગને સાધવા માટે ‘1+2’ ફોર્મ્યુલાને સૌથી યોગ્ય માનવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પદ પર નિર્ણય લેવામાં આવ્યા બાદ બે નાયબ મુખ્યમંત્રીઓની પસંદગી કરવામાં આવશે.
નવા ચહેરાને મળી શકે છે તક
લોકસભાની ચૂંટણીને આડે બહુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં પાર્ટી રાજસ્થાનમાં પ્રભુત્વશાળી જાતિઓને આકર્ષવાનો પ્રયાસ કરશે. જોકે, મુખ્યમંત્રી કોણ હશે તેના પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. કેટલાક સૂત્રોનું કહેવું છે કે, છત્તીસગઢની જેમ રાજસ્થાનમાં પણ નવા ચહેરાને આગળ વધારવામાં આવશે. જોકે, કેટલાક નિષ્ણાતો હજુ પણ માને છે કે પક્ષ માટે વસુંધરા રાજેને સાઈડલાઈન કરવા સરળ નહીં હોય. કેન્દ્રના મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત અને અશ્વની વૈષ્ણવ પણ રેસમાં છે.
ADVERTISEMENT
બાબા બાલકનાથ બની શકે છે ડેપ્યુટી સીએમ
3 ડિસેમ્બરથી સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહેલા બાબા બાલકનાથને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, આમ કરીને હિન્દુત્વવાદી અને ઓબીસી મતદારોને એકસાથે ખુશ કરી શકાય છે. સાંસદસભ્યનું પદ છોડનાર બાબા બાલકનાથનું નામ પણ મુખ્યમંત્રીપદની રેસમાં બોલાઈ રહ્યું હતું. જોકે, તેમણે હાલમાં જ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે તેમણે હજુ વધુ અનુભવ મેળવવાનો છે.
ADVERTISEMENT