રાજસ્થાનઃ મોબ લિંચિંગ, ત્રણ યુવાનોને ડઝનભર લોકોએ ઘેરીને ફટકાર્યા, એકનું મોત
શરત કુમાર.અલવરઃ રાજસ્થાનના અલવરમાંથી મોબ લિંચિંગનો એક નવો મામલો સામે આવ્યો છે. હકીકતમાં, અલવરના બાંસુરમાં લાકડા કાપવા આવેલા ત્રણ મુસ્લિમ યુવકોને ડઝનથી વધુ લોકોના ટોળાએ…
ADVERTISEMENT
શરત કુમાર.અલવરઃ રાજસ્થાનના અલવરમાંથી મોબ લિંચિંગનો એક નવો મામલો સામે આવ્યો છે. હકીકતમાં, અલવરના બાંસુરમાં લાકડા કાપવા આવેલા ત્રણ મુસ્લિમ યુવકોને ડઝનથી વધુ લોકોના ટોળાએ માર માર્યો હતો. ટોળાએ એક યુવકને માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો જ્યારે અન્ય બે મુસ્લિમ યુવકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, વનકર્મીઓની કારમાં 8-10થી વધુ લોકો આવ્યા હતા. આપને જણાવી દઈએ કે કે ગ્રામજનોએ જેસીબી મૂકીને અટકાવ્યા અને માર માર્યો હતો. અલવરના હરસોરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
પીડિતે પોલીસમાં FIR નોંધાવી છે. એફઆઈઆર અનુસાર, તૈયબ ખાને જણાવ્યું કે 17 ઓગસ્ટના રોજ મારા પુત્ર વસીમે રામપુર (બંસૂર) ગામથી લાકડા ખરીદ્યા હતા, જેને તે સાંજે ભરવા ગયો હતો. તેના મિત્ર અમીષે મને કહ્યું કે અમે સાંજે 10 વાગ્યાની આસપાસ લાકડા ભરી રહ્યા હતા. અમને માહિતી મળી કે વન વિભાગના લોકો આવી રહ્યા છે. ત્યાર બાદ અમે કાર લઈને અમારા ઘર તરફ રવાના થયા. અમારી પાછળ વન વિભાગનું વાહન જીપ આરજે 14 યુડી 1935 આવી રહ્યું હતું.
‘કૃષ્ણ-સુદામા જેવું મિલન…’, વાયરલ શાકભાજીવાળાને રાહુલ ગાંધીએ જાતે પીરસ્યુ ભોજન
લોકો જેસીબી અને જીપમાંથી નીચે ઉતર્યા, પછી માર માર્યો
એફઆઈઆરમાં આગળ લખવામાં આવ્યું છે કે જેસીબીએ થોડે દૂર આગળનો રસ્તો રોકી દીધો હતો. અમે કાર રોકી ત્યારે જેસીબીમાંથી 3-4 લોકો નીચે ઉતર્યા હતા જ્યારે વન વિભાગની જીપમાંથી 7-8 લોકો નીચે ઉતર્યા હતા. અમને બળજબરીથી બહાર કાઢ્યા પછી આ તમામ લોકોએ અમને મારવાનું શરૂ કર્યું. આમાંથી કેટલાક લોકોના હાથમાં ધારદાર હથિયાર, શરિયા અને લાકડીઓ હતી. ટોળાએ વસીમની છાતીમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી અને અમારી સાથે પણ મારપીટ કરી હતી.
ADVERTISEMENT
‘પોલીસની સામે અમને માર મારવામાં આવ્યો’
પીડિત પક્ષે કહ્યું કે પોલીસે અમને બચાવ્યા જ્યારે તે લોકોએ અમને પોલીસની સામે પણ માર માર્યો. પીડિતોએ એફઆઈઆર દાખલ કરીને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે આઈપીસીની કલમ 147, 148, 149, 323, 341, 302 હેઠળ કેસ નોંધ્યો છે.
ADVERTISEMENT