રાજસ્થાનમાં ગુજરાતીઓનો અકસ્માત: રોડ પર જુઓ ત્યાં વિખરાયેલી મૃતદેહો દેખાયા, સામે આવ્યા મૃતકોના નામ
Rajasthan Bus Accident: રાજસ્થાનના ભરતપુરમાં ભાવનગરથી મથુરા જતા યાત્રીઓની બસને અકસ્માત નડતા 11 ગુજરાતીઓના કરુણ મોત થઈ ગયા છે. તો હજુ 20 જેટલા યાત્રીઓ ઈજાગ્રસ્ત…
ADVERTISEMENT
Rajasthan Bus Accident: રાજસ્થાનના ભરતપુરમાં ભાવનગરથી મથુરા જતા યાત્રીઓની બસને અકસ્માત નડતા 11 ગુજરાતીઓના કરુણ મોત થઈ ગયા છે. તો હજુ 20 જેટલા યાત્રીઓ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ 11 લોકો ભાવનગરના છે. બસ અકસ્માત બાદના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદના ઈસ્કોન હાઈવે પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માત જેવા વિચલિત કરી દેનારા દ્રશ્યો દેખાય છે. હાઈવે પર જ્યાં જુઓ ત્યાં વેરવિખેર હાલતમાં લાશો જોવા મળી રહી છે.
બસ ખરાબ થતા 10-12 યાત્રીઓ નીચે ઉતર્યા હતા
પોલીસ મુજબ, ભાવનગરથી મથુરા થઈને હરિદ્વાર બસ જઈ રહી હતી. દરમિયાન ભરતપુર-આગરા હાઈવે પર અચાનક બસની ડિઝલ પાઈપ ફાટી ગઈ. જે બાદ 10-12 યાત્રીઓ બસમાંથી નીચે ઉતર્યા હતા. જ્યારે ડ્રાઈવર અને તેના સાથી પાઈપ રિપેર કર્યા બાદ ડીઝલ લેવા જતા રહ્યા. ત્યારે જ પૂરપાટ આવતા ટ્રકે બસને ટક્કર મારી દીધી અને લોકોને કચડીને ત્યાંથી નીકળી ગઈ. ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ રોડ પર બેભાન પડેલા લોકોને જોઈને એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી.
અકસ્માતમાં મૃતકોના પરિજનોને 4 લાખની સહાય
રાજસ્થાનમાં થયેલ માર્ગ અકસ્માતની કરુણ ઘટનામાં ગુજરાતના જે યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે પ્રત્યેકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય ગુજરાત સરકાર કરશે. દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકો અને ઇજાગ્રસ્ત યાત્રિકોના સ્વજનોની પડખે છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 13, 2023
ADVERTISEMENT
રાજસ્થાન અકસ્માતમાં મૃતકોના નામ
- અંતુભાઈ લાલજીભાઈ ગયાણી 55 વર્ષ
- નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી 68 વર્ષ
- લલ્લુભાઈ દયાભાઈ ગયાણી
- ભરત ભાઈ ભીખા ભાઈ
- લાલજી ભાઈ મનજી ભાઈ
- અંબાબેન જીણાભાઈ
- કંબુબેન પોપટભાઈ
- રામુબેન ઉદાભાઈ
- મધુબેન અરવિંદભાઈ દાગી
- અંજુબેન થાપાભાઈ
- મધુબેન લાલજીભાઈ ચૂડાસમા
ADVERTISEMENT