Rajasthan Election: પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, 0 નંબરના હકદારો મહિલા અનામતના વિરોધી
PM Modi Rajasthan Visit : પીએમ મોદીએ જયપુરમાં પરિવર્તન સંકલ્પ મહાસભામાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે મહિલા અનામતનું…
ADVERTISEMENT
PM Modi Rajasthan Visit : પીએમ મોદીએ જયપુરમાં પરિવર્તન સંકલ્પ મહાસભામાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે મહિલા અનામતનું સમર્થન દબાણમાં કર્યું છે.
Rajasthan Election 2023
રાજસ્થાનમાં આ વર્ષના અંતે થનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. આ તરફ વડાપ્રધાન મોદીએ જયપુર પહોંચ્યા અને તેમને પાર્ટીની પરિવર્તન સંકલ્પ મહાસભામાં ભાગ લીધો. આ દરમિયાન તેમના કાર્યકર્તાઓએ જોરદાર સ્વાગત કર્યું. આ પ્રસંગે વરિષ્ઠ નેતા રાજેન્દ્ર રાઠોડ અને વસુંધરા રાજે સહિત અનેક નેતાઓ હાજર રહ્યા.
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, રાજસ્થાનના લોકોએ કોંગ્રેસના કુશાસનથી મુક્તિ મેળવવા માટે બિગુલ ફૂંકી દીધું. જે પ્રકારે કોંગ્રેસે પાંચ વર્ષ સરકાર ચલાવી છે તેઓ જીરો નંબર મેળવવાની હકદાર છે.
ADVERTISEMENT
પીએમ મોદીએ શું કહ્યું?
PM મોદીએ કહ્યું કે, યુવાનો પાંચ વર્ષે ગહલોત સરકારે બર્બાદ કરી દીધા છે. રાજસ્થાનમાં પરિવર્તન થઇને રહેશે. સ્પષ્ટ સંકેત છે કે, રાજસ્થાનનું વાતાવરણ બદલી ચુક્યું છે. તેમણે કહ્યું કે, ગરીબોની પાસે સ્વાભિમાન હોય છે. ગરીબ મહેનત કરવાનું જાણે છે. ગરીબ મહેનત કરવા જાણે છે. ગરીબ મહેનત છે. હું જે ઘરેથી નિકળીને આવ્યો છું, મારી પાસે કરવા માટે માત્ર મહેનત છે. હું સેવામાં જોડાયેલો છું. હું જે કહુ છું તે કરીને દેખાડું છું. એટલા માટે મારી ગેરેન્ટીમાં દમ હોય છે હું હવામાં નથી કહેતો. ગત્ત 9 વર્ષનો મારો ટ્રેક રેકોર્ડ પણ તમે ચેક કરી શકો છો.
મહિલા અનામત અંગે શું કહ્યું?
PM મોદીએ મહિલા અનામતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, માતા બહેનોની આશાને તમારા મતની શક્તિએ તેમને 33 ટકા અનામત અપાવીતેમણે દાવો કર્યો કે, કોંગ્રેસની ક્યારે ઇચ્છા જ નહોતી કે તેઓ મહિલાઓને સશક્ત કરે. કોંગ્રેસે આ કામ ત્રીસ વર્ષ પહેલા પણક રી શકી હોત .સત્ય છે કે, કોંગ્રેસ ક્યારે પણ નથી ઇચ્છતી કે મહિલાઓને 33 ટકા અનામત મળે. બિલના સમર્થનમાં મનોમન નહી પરંતુ તમે મહિલાઓના દબાવના કારણે આવ્યા છે.
ADVERTISEMENT
કોંગ્રેસ અને તેના ઘમંડિયા ગઠબંધનના સાથે મહિલા અનામતના ઘોર વિરોધી છે. નારીને સશક્ત કરવાનાં એટલા મોટા નિર્ણને ભટકાવવામાં લાગેલા છે. જેમણે યુપીએ સરકાર દરમિયાન આ બિલને અટકાવ્યું તો ક્યારે પણ કોંગ્રેસ પર દબાણ કરી રહ્યું છે.
ADVERTISEMENT
સનાતન ધર્મ અંગે શું કહ્યું?
PM મોદીએ કહ્યું કે, તેમણે એવું કહ્યું છે કે, આ સનાતનને મીટાવી દેશે. ઘમંડિયા ગઠબંધને તેનું નુકસાન ઉઠાવવું પડશે. જે મુળમાંથી ખતમ થઇ જશે. તેમણે કહ્યું કે, જ્યાં લાલ ડાયરીમાં કાળી કરતુતો હોય ત્યાં કોણ પૈસા ઇચ્છશે. જ્યાં જાહેરમાં ગળા કાપવાની ઘટનાઓ હોય અને સરકાર મજબુર હોય, ત્યાં રોકાણ કોણ કરશે. જ્યાં સરકાર બહેનો અને બેટીઓને સુરક્ષા નથી આપી શકતી ત્યાંની સરકાર જાય તે લગભગ નિશ્ચિત છે.
જી20નો ઉલ્લેખ કર્યો
પીએમ મોદીએ G20 નો ઉલ્લેખ કરીને કહ્યું કે, આજે સમગ્ર વિશ્વમાં ભારતના સામર્થ્યની વાહવાહી થઇ રહી છે. અમારુ ચંદ્રયાન ત્યાં પહોંચી ગયું જ્યાં કોઇ પહોંચી શક્યા નથી. જી20 ભારતની સફળતાથી ભારતના વિરોધી દેશમાં હેરાન છે, પરેશાન છે. ભારતે ગણેશ ચતુર્થીના દિવસે પોતાના નવા સંસદ ભવનમાં કામ કાજ શરુ કર્યું છે. નવી સંસદમાં સૌથી પહેલું કામ ભાજપ સરકારે પોતાની બહેન-બેટીઓને સમર્પિત કરી છે.
ADVERTISEMENT