Rajasthan Exit Poll 2023: ‘જન કી બાત’ એક્ઝિટ પોલમાં આ પાર્ટીને મળી રહી છે જબરજસ્ત બહુમત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Jan Ki Baat Exit Poll 2023 for Rajasthan: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 અંતર્ગત એક્ઝિટ પોલના ડેટા જાહેર થવા લાગ્યા છે. ‘ન્યૂઝ 18-જન કી બાત’ના એક્ઝિટ પોલમાં ભાજપને મોટા માર્જિનથી જીત મળતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 100-122 સીટો મળતી જોવા મળી રહી છે. તો કોંગ્રેસને 62-85 અને અન્યને 14-15 બેઠકો મળવાનો અંદાજ છે.

ટાઇમ્સ નાઉના સર્વેમાં પણ ભાજપની સરકાર

તો ટાઈમ્સ નાઉએ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કર્યા છે, જેમાં પણ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ એક્ઝિટ પોલમાં ભાજપે મોટા માર્જિનથી ક્લીન સ્વીપ કર્યું છે. 199 બેઠકોમાંથી ભાજપને 125-137 અને કોંગ્રેસને 46-56 બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે અન્યને 19-20 બેઠકો મળી રહી છે.

2018માં કોને કેટલી સીટો મળી?

2018ની ચૂંટણીમાં મોટાભાગની એજન્સીઓના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સરકાર બનાવતી દર્શાવી હતી. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે આ વાત પણ સાચી સાબિત થઈ. 2018માં કોંગ્રેસને સૌથી વધુ 99 સીટો મળી હતી. ભાજપને 73, બસપાને 6 અને અન્યને 20 બેઠકો મળી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT