ભારતનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલઃ 100થી વધુ છોકરીઓ પર સામૂહિક દુષ્કર્મ, 6 પીડિતાના આપઘાત; 32 વર્ષે મળ્યો ન્યાય

ADVERTISEMENT

Ajmer Sex Scandal Case
દેશનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ
social share
google news

Ajmer Sex Scandal Case: રાજસ્થાનનું અજમેર ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ અને પુષ્કર મંદિરના કારણે દુનિયાભરમાં ફેમસ છે. આ ધાર્મિક શહેરમાં 1990થી 1992 દરમિયાન એવી ઘટના બની, જેણે આખા દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. તે સમયે એક સ્થાનિક દૈનિક નવજ્યોતિ અખબારમાં એક એવા સમાચાર છપાયા કે જેણે બધાને હચમચાવી દીધા હતા.  

એક સમાચારથી મચ્યો ખળભળાટ 

આ સમાચારમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓને અશ્લીલ તસવીરો દ્વારા બ્લેકમેલ કરીને તેમના પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો હતો. ‘મોટા-મોટા લોકોની દીકરીઓ બ્લેકમેલનો બની શિકાર’ની હેડલાઈન સાથે પ્રકાશિત થયેલા સમાચારે દેશ સહિત રાજ્યભરમાં હલચલ મચાવી દીધી હતી. નેતાઓ હોય, પોલીસ હોય, વહીવટીતંત્ર હોય, સરકાર હોય કે સામાજિક અને ધાર્મિક નગરસેવા સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો હોય દરેક લોકો હચમચી ગયા હતા. આ કેવી રીતે થયું? કોણ-કોણ સામેલ છે? કોની સાથે થયું?

IAS અને IPSની દીકરીઓ હતી સામેલ 

આ પછી ખુલાસો થયો કે એક ગેંગ અજમેરની ગર્લ્સ સ્કૂલ સોફિયામાં ભણતી છોકરીઓને ફાર્મ હાઉસમાં બોલાવી-બોલાવીને દુષ્કર્મ આચરતી રહી અને તે છોકરીઓના પરિવારજનોને ભનક પણ ન પડી. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાઓમાં IAS અને IPSની દીકરીઓ પણ સામેલ હતી. આ સમગ્ર કાંડને અશ્લીલ તસવીરો દ્વારા બ્લેકમેલ કરીને અંજામ આપવામાં આવ્યો હતો. પીડિત યુવતીઓની સંખ્યા 100થી વધુ હોવાનું કહેવામાં આવ્યું હતું. આ યુવતીઓની ઉંમર 17થી 20 વર્ષની વચ્ચે હતી.

ADVERTISEMENT

આ રીતે સેક્સ સ્કેન્ડલની થઈ હતી શરૂઆત

મીડિયા રિપોર્ટ અનુસાર, આ કાંડની શરૂઆતમાં સૌથી પહેલા ફારૂક ચિશ્તી નામના એક શખ્સે સૌથી પહેલા સોફિયા સ્કૂલની એક છોકરીને ફસાવી હતી. તેના પર દુષ્કર્મ આચર્યું. આ દરમિયાન તેણે છોકરીના અશ્લીલ ફોટા પાડી લીધા હતા. આ પછી તેણે આ અશ્લીલ ફોટા (તસવીરો) દ્વારા તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેને સ્કૂલની અન્ય છોકરીઓને ફસાવીને લાવવાનું કહેવામાં આવ્યું. છબી ખરાબ ન થાયે તેના ડરથી યુવતી તેની બહેનપણીઓને પણ ફાર્મ હાઉસમાં લઈ જવા લાગી. તેમની સાથે પણ આવો જ બળાત્કાર અને બ્લેકમેલનો ખેલ ચાલુ રહ્યો.

એક જ સ્કૂલની 100થી વધુ વિદ્યાર્થિનીઓ બની ભોગ

એક પછી એક, બીજી પછી ત્રીજી, આ રીતે એક જ શાળાની 100થી વધારે વિદ્યાર્થિનીઓ પર દુષ્કર્મ થયું. પરિવારના સભ્યોની નજર સામે જ છોકરીઓ/વિદ્યાર્થિનીઓ ફાર્મ હાઉસમાં જતી હતી. તેમને લેવા માટે ગાડીઓ આવતી હતી અને તેમને ઘરે મૂકવા પણ ગાડીઓ આવતી હતી. છોકરીઓ પર દુષ્કર્મ દરમિયાન તેમના ફોટા પાડી લેવામાં આવતા હતા. જે બાદ ધાક-ધમકી આપીને બીજી છોકરીઓને લાવવા માટે કહેવામાં આવતું હતું. આ સ્કૂલની છોકરીઓ પર દુષ્કર્મ આચરવામાં રાજકારણીઓ, પોલીસ અને અધિકારીઓ પણ સામેલ હતા.

ADVERTISEMENT

ફારૂક ચિશ્તી હતો માસ્ટર માઈન્ડ

રિપોર્ટ મુજબ, આ સેક્સ સ્કેન્ડલનો માસ્ટર માઈન્ડ ફારૂક ચિશ્તી હતો. તેની સાથે નફીસ ચિશ્તી અને અનવર ચિશ્તી પણ સામેલ હતા. ત્રણેય યુથ કોંગ્રેસના નેતા હતા. ફારૂક અધ્યક્ષ પદ પર હતો. આ લોકોને પહોચ દરગાહના ખાદીમો સુધી પણ હતી. ખાદીમો સુધી પહોંચ હોવાને કારણે દુષ્કર્મીની પાસે રાજકીય અને ધાર્મિક બંને પ્રકારની શક્તિઓ હતી. દુષ્કર્મનો ભોગ બનેલી છોકરીઓ મોટાભાગે હિન્દુ પરિવારોમાંથી હતી. જ્યારે દુષ્કર્મ આચારનાર મોટાભાગના મુસ્લિમ સમુદાયના હતા. જેના કારણે પોલીસ પણ ડરતી હતી.

ADVERTISEMENT

આખા શહેરને ખબર પડી ગઈ

આ કાંડ વિશે જાણ હોવા છતાં પણ પોલીસ કાર્યવાહી કરી રહી નહોતી. પોલીસને ડર હતો કે ક્યાંક કોમી રમખાણો ન ફાટી જાય.  ધીરે-ધીરે આખા શહેરને આ કાંડની ખબર પડી ગઈ. છોકરીઓની અશ્લીલ તસવીરો શહેરમાં ફરવા લાગી. જે બાદ બીજા લોકો પણ છોકરીઓને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચરવા લાગ્યા હતા.

6-7 છોકરીઓએ કર્યો આપઘાત

સમાજમાં પોતાનું નામ ખરાબ થતાં છોકરીઓ એક પછી એક આત્મહત્યા કરવા લાગી. તેઓને લાગ્યું કે આ નર્કમાંથી નીકળવાનો એક જ રસ્તો છે 'આત્મહત્યા'. કારણ કે પરિવાર, સમાજ, પોલીસ અને વહીવટીતંત્ર પણ કશું કરી રહ્યું ન હતું. આ રીતે 6-7 છોકીઓના આપઘાત બાદ મામલો ગંભીર બન્યો હતો. આ દરમિયાન દૈનિક નવજ્યોતિના પત્રકાર સંતોષ ગુપ્તાએ આ કેસ પર સિરીઝ શરૂ કરી. તેમના સમાચાર પોલીસ અને વહીવટીતંત્ર પર દબાણ બનાવવા લાગ્યા.

અખબારના કારણે ખુલી હતી પોલ

પત્રકાર સંતોષ ગુપ્તાએ બીજા સમાચાર ''વિદ્યાર્થિનીઓને બ્લેકમેલ કરનારા આઝાદ કેમ ફરી રહ્યા છે?''ની હેડલાઈન સાથે પ્રકાશિત કર્યા. સમાચારની સાથે છોકરીઓની અશ્લીલ તસવીરો પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થિનીઓ સાથે થઈ રહેલા યૌન શોષણને ખુલી આંખે જોઈ શકાય. આ પછી તો આખા રાજસ્થાનમાં ભારે હલચલ મચી ગઈ હતી. જે બાદ એકબાદ એક સમાચાર પ્રકાશિત થતાં જનતા રસ્તા પર ઉતરી આવી અને અજમેર બંધનું એલાન આપ્યું. સરકાર અને વહીવટીતંત્ર પર ભારે દબાણ આવ્યું.

સંગઠનો થયા એક્ટિવ

શહેરની જાગૃત સંગઠનો ગુનેગારોને સજા અપાવવા સક્રિય બની ગયા. વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના, બજરંગ દળ જેવા સંગઠનોએ આ અંગે ખુલીને સામે આવ્યા. રાજસ્થાનના તત્કાલિન મુખ્યમંત્રી ભૈરો સિંહ શેખાવતને આ અંગે જાણ કરવામાં આવી હતી. તેમણે એક્શન લેવા જણાવ્યું હતું.

કેસને દબાવવાનો કરાયો પ્રયાસ

આ પછી તત્કાલિન ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ હરિપ્રસાદ શર્માને પહેલા મૌખિક આદેશ આપીને આ મામલાની ગોપનીય તપાસ કરવા માટે કહ્યું. ગોપનીય તપાસમાં થયેલા ખુલાસા બાદ જિલ્લા વહીવટીતંત્રના હાથ પગ ફુલાઈ ગયા. ત્યારબાદ આ મામલાને દબાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તત્કાલિન પોલીસ મહાનિરીક્ષક ઓમેન્દ્ર ભારદ્વાજે ઔપચારિક પ્રેસ કોન્ફરન્સમાં આ સેક્સ સ્કેન્ડલને ખોટું ગણાવ્યું હતું. એટલું જ નહીં તેમણે 4 વિદ્યાર્થિનીઓના ચારિત્ર્ય પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

CID CBને સોંપવામાં આવી હતી તપાસ

પોલીસ મહાનિરીક્ષકનું નિવેદન અખબારોમાં હેડલાઈન્સ બન્યા પછી માત્ર અજમેરમાં જ નહીં પરંતુ સમગ્ર રાજસ્થાનમાં આંદોનલ શરૂ થઈ ગયા. આ સેક્સ સ્કેન્ડલની સમગ્ર દેશમાં ચર્ચા થવા લાગી. છેવટે ચારેબાજુ દબાણ વચ્ચે 30 મે, 1992ના રોજ ભૈરોંસિંહ શેખાવતે કેસ CID CBને સોંપ્યો. આ પછી અજમેર પોલીસે પણ આ મામલે રિપોર્ટ નોંધ્યો હતો. બીજા જ દિવસે સિનિયર IPS અધિકારી એનકે પટણી તેમની આખી ટીમ સાથે અજમેર પહોંચ્યા.

તપાસમાં સામે આવ્યા નામ

આ કેસની તપાસ 31 મે 1992થી શરૂ થઈ હતી. આ તપાસમાં યુથ કોંગ્રેસના શહેર પ્રમુખ અને દરગાહના ખાદિમ ચિશ્તી પરિવારના ફારૂક ચિશ્તી, ઉપપ્રમુખ નફીસ ચિશ્તી, જોઈન્ટ સેક્રેટરી અનવર ચિશ્તી, પૂર્વ કોંગ્રેસના ધારાસભ્યની નજીકના અલમાસ મહારાજ, ઈશરત અલી, ઈકબાલ ખાન, સલીમ, ઝમીર, સોહેલ ગની, પુત્તન ઈલ્હાબાદી, નસીમ અહેમદ ઉર્ફે ટારઝન, પ્રવેઝ અંસારી, મોહિબુલ્લા ઉર્ફે મેરાડોના, કૈલાશ સોની, મહેશ લુધાની, પુરુષોત્તમ ઉર્ફે જોન વેસ્લી ઉર્ફે બબના અને હરીશ તોલાની નામના ગુનેગારોના નામ સામે આવ્યા હતા. 

8 લોકોને ફટકારી હતી ઉંમરકેદની સજા

આ પછી પીડિત વિદ્યાર્થિનીઓ પાસેથી આરોપીઓની ઓળખ કરાયા બાદ પોલીસે તેમાંથી આઠની ધરપકડ કરી. 1994માં એક આરોપી પુરુષોત્તમે જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસનો પહેલો નિર્ણય છ વર્ષ પછી આવ્યો હતો, જેમાં અજમેર કોર્ટે આઠ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. દરમિયાન ફારૂક ચિશ્તીએ માનસિક સંતુલન ગુમાવ્યું હતું. જેના કારણે તેની ટ્રાયલ પેન્ડિંગ બની ગઈ હતી.

19 વર્ષ બાદ પકડાયો હતો એક આરોપી

થોડા સમય બાદ કોર્ટે ચાર આરોપીઓની સજા ઘટાડી દીધી હતી. આજીવન કેદને બદલે તેને દસ વર્ષની જેલની સજા આપવામાં આવી. આ પછી રાજસ્થાન સરકારે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધી હતી. આ ઘટનાના 19 વર્ષ બાદ એક આરોપી સલીમ નફીસ વર્ષ 2012માં પોલીસના હાથે ઝડપાયો હતો, પરંતુ તે પણ જામીન પર મુક્ત થયો હતો. દેશના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલમાં અનેક પીડિતાઓ ન્યાયની રાહ જોઈ રહી હતી.

હવે 6 ગુનેગારોને આજીવન કેદની સજા

32 વર્ષ પહેલા થયેલા અજમેર ગેંગરેપ અને બ્લેકમેલ કેસમાં બાકીના 6 આરોપીઓને સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત જાહેર કર્યા છે. મંગળવારે કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. દોષિતો નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, સોહિલ ગની, સૈયદ ઝમીર હુસૈન કોર્ટમાં પહોંચી ગયા છે, જ્યારે ઈકબાલ ભાટીને દિલ્હીથી લાવવામાં આવી રહ્યો છે. વર્ષ 1992માં 100થી વધુ શાળા-કોલેજની છોકરીઓ સાથે ગેંગરેપ અને બ્લેકમેલિંગના કેસમાં 18 આરોપીઓ હતા. 9ને સજા ફટકારવામાં આવી છે. એક આરોપી અન્ય કેસમાં જેલમાં છે. એકે આપઘાત કર્યો છે અને એક હાલ ફરાર છે. કોર્ટે બાકીના 6 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT