RAHUL GANDHI ની ઓફીસનું કનેક્શન કપાયું, સામાન્ય ગ્રાહકોને ધક્કા ખવડાવતી BSNL નું 5G કામકાજ
નવી દિલ્હી : રાહુલ ગાંધીનું સભ્યપદ ગયા તેમની વિરુદ્ધ હવે 5G ની સ્પીડથી અલગ અળગ કામ ચાલી રહ્યા છે. સૌથી પહેલા તો ચુકાદો આવ્યાના કલાકોમાં…
ADVERTISEMENT
નવી દિલ્હી : રાહુલ ગાંધીનું સભ્યપદ ગયા તેમની વિરુદ્ધ હવે 5G ની સ્પીડથી અલગ અળગ કામ ચાલી રહ્યા છે. સૌથી પહેલા તો ચુકાદો આવ્યાના કલાકોમાં જ તેમનું સભ્યપદ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. હવે બીએસએનએલ દ્વારા તેમની વાયનાડ ખાતે આવેલી ઓફીસનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટુંક જ સમયમાં જ રાહુલ ગાંધી પોતાના સંસદીય વિસ્તારની મુલાકાતનું આયોજન કરી રહ્યા છે. રાહુલ ગાંધી 11 એપ્રીલે વાયનાડ જાય તેવી શક્યતાઓ છે.
ગુરૂવારે સાંજે BSNL ના અધિકારીઓ પહોંચી કનેક્શન કાપ્યું
રાહુલ ગાંધીની ઓફીસનો નંબર 04936209988 અને ઇન્ટનેટ કનેક્શન ગુરૂવારે સાંજે કાપી નાખવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કનેક્શન સરકાર તરફથી સાંસદોને ફ્રીમાં અપાતું હોય છે. રાહુલ ગાંધીની કૈનાટીના કેલપેટ્ટામાં આવેલી ઓફીસમાં કાર્યવાહી કરવામાં આવી છે. રાહુલ ગાંધી હાલમાં જ નવી દિલ્હીના તુગલત લેનનો બંગલો ખાલી કરવો પડ્યો છે. તેમનું સાંસદ પદ ખતમ થતા લોકસભા સચિવાલય દ્વારા તેમને આ નોટિસ પાઠવવામાં આવી હતી. જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
અધિકારીઓએ કહ્યું અમને દિલ્હીથી નિર્દેશ મળ્યા હતા
કેલપેટ્ટામાં બીએસએનએલના અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, આ કાર્યવાહી દિલ્હી ઓફીસથી મળેલા નિર્દેશ અનુસાર કરવામાં આવી છે. બીએસએનએલ તરફથી કાર્યવાહી બાદ સાંસદ ઓફીસનું કામકાજ ઠપ થઇ ચુક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી 11 એપ્રીલે વાયનાડ જવાનાં છે. દરમિયાન કોંગ્રેસ તરફથી આયોજીત જય ભારત સત્યાગ્રહમાં પણ ભાગ લેવાનાં છે. આ વિરોધ પ્રદર્શન સંઘ પરિવાર વિરુદ્ધ થઇ રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT