રાહુલ ગાંધીએ નવા શ્વાનનું નામ નૂરી રાખ્યું, AIMIM એ કહ્યું મુસ્લિમોનું અપમાન
નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના માતા સોનિયા ગાંધીને એક ડોગી ગિફ્ટમાં આપ્યું છે. આ પપી જૈક રસેલ ટેરિયન પ્રકારનો છે. તેમણે પોતાના…
ADVERTISEMENT
નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના માતા સોનિયા ગાંધીને એક ડોગી ગિફ્ટમાં આપ્યું છે. આ પપી જૈક રસેલ ટેરિયન પ્રકારનો છે. તેમણે પોતાના ડોગીનું નામ નૂરી રાખ્યું છે. હવે આ મામલો પણ વિવાદિત બન્યો છે. ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) નેતા મોહમ્મદ ફરહાને વિરોધ વ્યક્ત કર્યો છે. ફરહાને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરી અને તેને મુસ્લિમ દિકરીઓનું અપમાન ગણાવ્યું છે.
AIMIM દ્વારા હવે શ્વાનના નામની રાજનીતિ પણ શરૂ કરી
રાહુલ ગાંધી દ્વારા પોતાના ડોગીનું નામ નૂરી રાખવા અંગે વિરોધ વ્યક્ત કરતા AIMIM નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધીની હરકતો નિંદનીય અને શરમજનક છે. ડોગીનું નામ નુરી રાખવું મુસ્લિમ બાળાઓનું અપમાન છે. આ મુસ્લિમો પ્રત્યે ગાંધી પરિવારના સન્માન પર નકારાત્મક પ્રભાવ નાખે છે.
રાહુલ ગાંધીએ પોતાના યુટ્યુબ પર વીડિયો કર્યો શેર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કઇ રીતે તેમણે એક ત્રણ મહિનાના ડોગીને ગોવાથી ગોદ લીધો અને પોતાની માં સોનિયા ગાંધીને ગિફ્ટ દિલ્હીમાં આવીને આપ્યું હતું. રાહુલ ગાંધીએ વીડિયોમાં કહ્યું કે, નરી ગોવાથી નહી પરંતુ અમારી બાહોમાં આવી અને અમારા જીવનની રોશની બની ચુકી છે.
ADVERTISEMENT
સોનિયા ગાંધી ડોગી સાથે રમતા જોવા મળ્યા
વીડિયોમાં સોનિયા ગાંધી નૂરીને પકડતા જોવા મળ્યા હતા. તેમણે રાહુલ ગાંધીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. વીડિયોમાં નૂરી સોનિયા ગાંધીના પાલતુ ડોગી લાપોની સાથે રમતા જોવા મળ્યા હતા.
શું છે આ ડોગીની ખાસિયત?
ડોગી એક્સપર્ટોના અનુસાર ટેરિયન ડોગ્સ એક ખાસ પ્રકારની પ્રજાતી છે, જૈક રસેલ ટેરિયર્સ પોતાના લુક અને ફૈમિલિયર બિહેવ હોવાના કારણે ખુબ જ લોકપ્રિય છે. તેની માંગ ખુબ જ રહે છે. આકારમાં નાની હોવા છતા જૈક રસેલ ટેરિયર્સ ખુબ જ નિડર અને ઉર્જાવાન હોય છે. જો કે ક્યારે ક્યારેક જિદ્દી તરીકે પણ વ્યવહાર કરે છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ જૈક રસેલ ટેરિયન જ કેમ પસંદ કર્યો?
રાહુલ ગાંધીએ જૈક રસેલ ટેરિયરને જ કેમ પસંદ કર્યું તે અંગે પુછતા તેમણે કહ્યું કે, જૈક રસેલ ખુબ જ પ્રેમાળ હોય છે, તેના શરીર પર હરણ અને અન્ય કેટલાક કલરના નિશાન હોય છે. તે સફેર રંગના છે અને નાનકડી પુંછ હોય છે, જે હંમેશા ઉપરની તરફ રહે છે. તેઓ ઘણીવાર ઉબાઇ જાય છે અને કેટલીક વખત તોફાની હરકતો પણ કરે છે. આ એક મોટું કારણ છે કે, રાહુલે જૈક ટેરિયરની શા માટે પસંદગી કરી.
ADVERTISEMENT
ADVERTISEMENT