આખુ હિન્દુસ્તાન મારુ ઘર છે… સરકારી બંગલો પરત મળ્યા બાદ રાહુલ ગાંધીનું નિવેદન

ADVERTISEMENT

Rahul Gandhi restore as MP
Rahul Gandhi restore as MP
social share
google news

નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને 12, તુગલક લેન વાળો સરકારી બંગલો ફરીથી ફાળવવામાં આવ્યો છે. સાંસદી જતા પહેલા તેઓ અહીં જ રહેતા હતા. આ જ વર્ષે 22 એપ્રીલે તેમણે તેને ખાલી કર્યો હતો. રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ ફરી એકવાર બહાલ થયા બાદ તેમના અંગે વધારે એક મોટા સમાચાર આવ્યા છે. રાહુલને તેમનો સરકારી બંગલો ફાળવી દેવામાં આવ્યો છે. જેમાં તેઓ સાંસદ હતા ત્યારે રહેતા હતા. એટલે કે આગામી થોડા દિવસોમાં રાહુલ ગાંધી 12 તુગલક લેન ખાતે આવેલા બંગ્લામાં જ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની હાઉસ સમિતી દ્વારા રાહુલનું સભ્યપદ બહાલ થયા બાદ મંગળવારે તેમનો જુનો સરકારી બંગલો 12, તુગલક રોડ બંગલો ફાળવી દેવામાં આવ્યો છે. મંગળવારે જ્યારે મીડિયાએ તેમનો બંગલો પરત મળવા અંગે પુછ્યું તો રાહુલે કહ્યું કે, આખુ હિન્દુસ્તાન મારુ ઘરે છે.

19 વર્ષથી આ જ બંગલોમાં રહેતા હતા રાહુલ ગાંધી

ADVERTISEMENT

12, તુગલક લેન બંગલા સાથે રાહુલ ગાંધીની ખાસ યાદો જોડાયેલી છે. તેઓ સાંસદ તરીકે છેલ્લા 19 વર્ષથી આ જ બંગલામાં રહેતા હતા. બંગલો ખાલી કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મે સાચુ બોલવાની કિંમત ચુકવવી પડી છે.

બંગલો કેમ છીનવી લેવાયો?

ADVERTISEMENT

સુરત કોર્ટે 24 માર્ચે માનહાનિની એક મામલે રાહુલ ગાંધીને દોષીત કરાર આપતા 2 વર્ષની સજા ફટકારી હતી. આ નિર્ણય બાદ લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ્દ કરી દીધું હતું. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા. રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં 13 એપ્રીલ, 2019 ના રોજ ચૂંટણી રેલીમાં કહ્યું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી આ બધાની અટક એક જ છે? તમામ ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? રાહુલના આ નિવેદન અંગે ભાજપ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પુર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ 499, 500 હેઠળ ગુનાહિત માનહાનિનો કેસ દાખલ કરાવ્યો હતો. ત્યાર બાદ રાહુલનું સભ્યપદ ગયું હતું.

ADVERTISEMENT

સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી

રાહુલ ગાંધીએ સાંસદી ગયા બાદ સજા પર રોક માટે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ રાહત મળી નહોતી. પછી તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં. જ્યાં સજા પર રોક લગાવવામાં આવી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ બહાલ થઇ ગયું અને પછી તેઓ વાયનાડના સાંસદ બની ગયા. સંસદનું સભ્યપદ પરત મળ્યા બાદ રાહુલ સોમવારે લોકસભા પણ પહોંચ્યા હતા. સંસદનું સભ્યપદ પરત મળ્યા બાદ રાહુલ ગાંધી હવે 12-13 ઓગસ્ટે વાયનાડ પણ જવાના છે.

    follow whatsapp

    ADVERTISEMENT