Rahul Gandhi ને મોટો ઝટકો,અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણી કરવા અંગે દાખલ થશે કેસ

ADVERTISEMENT

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની મુશ્કેલી વધી!
rahul gandhi case
social share
google news

Rahul Gandhi Case: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. 2018માં અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણીના કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી. હવે આ મામલામાં રાહુલ વિરુદ્ધ નીચલી કોર્ટમાં ટ્રાયલ ચાલશે. રાહુલ ગાંધીએ MP MLA કોર્ટના સમન્સ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. ગત સુનાવણીમાં કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

અમિત શાહને લઈને આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન 

રાહુલે 2018માં બેંગલુરુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પછી તેની સામે અપરાધિક માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને રદ કરવા માટે રાહુલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 16 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીની લેખિત બાજુ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, ત્યારબાદ જસ્ટિસ અંબુજ નાથની બેન્ચે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT