રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં દાખલ કરી અપીલ, આગામી સુનાવણી 13 એપ્રિલે
સુરત: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સુરત પહોંચી ગયા છે. તેમના સમર્થનમાં ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ અહીં પહોંચ્યા છે. જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ…
ADVERTISEMENT
સુરત: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સુરત પહોંચી ગયા છે. તેમના સમર્થનમાં ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ અહીં પહોંચ્યા છે. જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુનો સમાવેશ થાય છે. આ સિવાય પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ રાહુલના સમર્થનમાં સુરત પહોંચી ગયા છે. રાહુલ ગાંધીએ આજે સુરત કોર્ટમાં અપીલ દાખલ કરી છે. હવે આ મામલે આગામી સુનાવણી 13 એપ્રિલે થશે.
બદનક્ષીના કેસમાં થયેલી સજાને પડકારવા માટે રાહુલ ગાંધી આજે સુરતની સેશન્સ કોર્ટમાં પહોંચ્યા હતા. તેની અરજી સાંભળ્યા બાદ તેને જામીન મળી ગયા છે. કોર્ટે તેમના વચગાળાના જામીન એક મહિના માટે લંબાવ્યા છે. હવે આ મામલે આગામી સુનાવણી 13 એપ્રિલે થશે.
માનહાનિ કેસમાં બે વર્ષની સજા મળ્યા બાદ મહિનાના જામીન પર રહેલા રાહુલ ગાંધીએ આજે સુરત કોર્ટમાં અપીલ દાખલ કરી છે. જેમાં રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કોર્ટમાં અપીલ કરી છે. જેનો નંબર 254/2023 કોર્ટ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યો છે. માનહની કેસમાં રાહુલ ગાંધીને 13 એપ્રિલ સુધી જામીન મળ્યા છે. ત્યારે સજા પર સ્ટે મામલે આગામી સુનાવણી 13 એપ્રિલે થશે.
ADVERTISEMENT
10 એપ્રિલ સુધી આપવાનો રહેશે જવાબ
રાહુલ ગાંધીના વકીલે તેમની સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી. તેના પર કોર્ટનું કહેવું છે કે બીજા પક્ષને સાંભળ્યા વિના આવો આદેશ આપી શકાય નહીં. આ કેસમાં ફરિયાદીને 10 એપ્રિલ સુધીમાં જવાબ આપવા નોટિસ ફટકારવામાં આવી છે.
24 માર્ચે ગુમાવી લોકસભાની સદસ્યતા
આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ગયા શુક્રવારે એટલે કે 24 માર્ચે રદ કરવામાં આવી હતી. લોકસભા સચિવાલય દ્વારા આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં ગુરુવારે સુરતની કોર્ટે રાહુલને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. તેના જવાબમાં તેણે ટ્વિટર પર લખ્યું, ‘હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.
ADVERTISEMENT
જાણો શું હતો મામલો
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરની અટક મોદી જ કેમ હોય છે? રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘ચોકીદાર જ ચોર છે’નો નારો આપ્યો હતો.જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ માનહાનિ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ફટકારી 2 વર્ષની સજા
માનહાનિ કેસને લઈ 23 માર્ચ, ગુરુવારે સુરતની કોર્ટે 2019માં રાહુલ ગાંધીએ મોદી અટક અંગે કરેલી ટિપ્પણીના મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને બે વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે નિર્ણયનો અમલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ભૂટાની PMના ચીન પર નિવેદનથી ભારતમાં હડકંપ, હવે ભૂટાન કિંગે ઉઠાવ્યા આ પગલા
MLA પૂર્ણેશ મોદીએ નોંધાવ્યો હતો કેસ
કેરલના વાયનાડથી લોકસભાના સભ્ય રાહુલ ગાંધીના આ નિવેદન પર BJP ના નેતા, ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો, અને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT