‘ભારત ન્યાય યાત્રા’નું નામ બદલાયું, હવે રાહુલની યાત્રા આ નામે ઓળખાશે, જાણો રુટની સમગ્ર માહિતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Bharat Jodo Nyay Yatra : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની સફળતાથી ઉત્સાહિત કોંગ્રેસ હવે બીજી યાત્રા કાઢવાની તૈયારી કરી રહી છે. રાહુલ ગાંધીની આ યાત્રા મણિપુરથી મુંબઈ સુધીની હશે. કોંગ્રેસ આ યાત્રામાં 6200 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રાનું નામ પહેલા ‘ભારત ન્યાય યાત્રા’નું નામ બદલીને “ભારત જોડો ન્યાય યાત્રા” નામ આપવામાં આવ્યું છે.

14 જાન્યુઆરીથી શરૂ થશે ‘ભારત જોડો ન્યાય યાત્રા’

ભારત ન્યાય યાત્રાની શરૂઆત 14 જાન્યુઆરીથી થશે. જે 20 માર્ચ સુધી ચાલશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ યાત્રાને લીલી ઝંડી બતાવશે. રિપોર્ટ અનુસાર, આ યાત્રાનું નેતૃત્વ પણ રાહુલ ગાંધી કરશે. પાર્ટી હાઈકમાન્ડ સિવાય કોંગ્રેસના આ કાર્યક્રમમાં તમામ કોંગ્રેસના નેતાઓ પણ ભાગ લેશે.

“ભારત જોડો ન્યાય યાત્રા” નો રૂટ મેપ મણિપુરથી મુંબઈ

• મણિપુર 107 કિમી-4 જિલ્લા
• નાગાલેન્ડ 257 કિમી-5 જિલ્લા
• આસામ 833 કિમી-17 જિલ્લા
• અરુણાચલ પ્રદેશ 55 કિમી-1 જિલ્લા
• મેઘાલય 5 કિ.મી-1 જિલ્લા
• પશ્ચિમ બંગાળ 523 કિમી-7 જિલ્લા
• બિહાર 425 કિમી-7 જિલ્લા
• ઝારખંડ 804 કિમી-13 જીલ્લા
• ઓરિસ્સા 341 કિમી-4 જીલ્લા
• છત્તીસગઢ 536 કિમી-7 જિલ્લા
• ઉત્તર પ્રદેશ 1,074 કિમી-20 જિલ્લા
• મધ્ય પ્રદેશ 698 કિમી-9 જિલ્લા
• રાજસ્થાન 128 કિમી-2 જીલ્લા
• ગુજરાત. 445 કિમી-7 જિલ્લા
• મહારાષ્ટ્ર 480 કિ.મી-6 જીલ્લા

ADVERTISEMENT

યાત્રાનું કુલ અંતર: 6,700 કિમી. કરતાં વધુ અને આ યાત્રા 67 દિવસ, 110 જિલ્લામાં નીકળશે

    follow whatsapp

    ADVERTISEMENT