‘અમિત શાહનો દીકરો શું કરે છે?’, પરિવારવાદના સવાલ પર ભડક્યા Rahul Gandhi
Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. આ દરમિયાન તેમણે પરિવારવાદની રાજનીતિને લઈને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું…
ADVERTISEMENT
Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. આ દરમિયાન તેમણે પરિવારવાદની રાજનીતિને લઈને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પર સવાલો ઉઠાવ્યા હતા. વાસ્તવમાં રાહુલ ગાંધીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ભાજપ તેમના પર પરિવારવાદની રાજનીતિનો આરોપ લગાવી રહી છે. આ સવાલના જવાબમાં રાહુલે પૂછ્યું કે, અમિત શાહનો પુત્ર શું કરે છે? રાજનાથ સિંહનો પુત્ર શું કરે છે?
તેમણે આગળ કહ્યું, ‘જ્યાં સુધી મને ખબર છે, અમિત શાહનો પુત્ર ભારતીય ક્રિકેટને ચલાવે છે. ભાજપે પહેલા તેના નેતાઓ અને તેમના બાળકો શું કરે છે તે જોવું જોઈએ. અનુરાગ ઠાકુર ઉપરાંત અન્ય લોકો પણ છે, જેઓ પરિવારવાદનું રાજકારણનું ઉદાહરણ છે.
હિંસાનો વિરોધ કરે છે કોંગ્રેસ
રાહુલ ગાંધીએ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે (કોંગ્રેસ) દરેક પ્રકારની હિંસા વિરુદ્ધ છીએ. અમે નિર્દોષ નાગરિકો સામે કોઈપણ પ્રકારની હિંસાની પ્રશંસા કરતા નથી. અમે તમામ પ્રકારની હિંસાનો વિરોધ કરીએ છીએ, પછી ભલેને તે કોણે અને કેવી રીતે કરી હોય.
ADVERTISEMENT
નિર્દોષોની હત્યાનો વિરોધ કર્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા સંકલ્પમાં આ બાબત બહુ સ્પષ્ટ છે. હિંસાને માફ કરવાનો પ્રશ્ન જ નથી. જે કોઈ લોકોને મારી નાખે છે તે ખોટું છે. નાગરિકોની હત્યા કરવી એ ગુનો છે. અમે નિર્દોષ નાગરિકોની કોઈપણ હત્યાનો વિરોધ કરીએ છીએ, જ્યાં પણ તે થાય છે.
ચૂંટણી પ્રચાર માટે મિઝોરમ પહોંચ્યા હતા
એક દિવસ પહેલા જ રાહુલ ગાંધી ચૂંટણી પ્રવાસ પર મિઝોરમ પહોંચ્યા હતા. મિઝોરમ કોંગ્રેસે જણાવ્યું હતું કે, રાહુલ 7 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે બે દિવસીય પ્રવાસ પર મિઝોરમ પહોંચ્યા છે.
ADVERTISEMENT
આઈઝોલમાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક
મિઝોરમ કોંગ્રેસ મીડિયા સેલના પ્રમુખ લાલરેમરૂતા રેંથલીએ કહ્યું હતું કે, આ સમય દરમિયાન તેઓ ચાનમારી જંકશનથી રાજભવન સુધી લગભગ 4-5 કિલોમીટરની પદયાત્રા (કૂચ) કરશે અને રાજ્યપાલના ઘર પાસે એક રેલીને સંબોધશે. આ દરમિયાન રાહુલ વિદ્યાર્થીઓ સાથે વાત પણ કરશે. રેંથલીએ કહ્યું હતું કે, તે પાર્ટીના નેતાઓને મળશે અને આઈઝોલમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT