Photos: સંસદમાં ચા પર ચર્ચા, પીએમ મોદીને મળ્યા રાહુલ ગાંધી, રક્ષા મંત્રી સાથે આ મુદ્દે કરી વાત

ADVERTISEMENT

rahul gandhi and pm modi tea meeting after adjournment of session
રાહુલ ગાંધી અને પીએમ મોદીની 'ચા પર ચર્ચા'
social share
google news

Rahul Gandhi And PM Modi Tea Meeting : લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. કાર્યવાહી સ્થગિત કરતા પહેલા સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં ચોમાસુ સત્ર દરમિયાન થયેલા કામનો હિસાબ આપ્યો હતો. તેમણે ગૃહ દ્વારા પસાર કરાયેલા બિલો તેમજ ખાનગી ઠરાવો પરની ચર્ચાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સ્પીકરે કહ્યું કે, આ સત્ર દરમિયાન પ્રોડક્ટિવિટી 136 ટકા હતી.

સત્ર મુલતવી રાખ્યા બાદ પીએમ મોદી અને રાહુલ ગાંધીએ અનૌપચારિક ચાની બેઠકમાં એકબીજાને અભિવાદન કર્યું હતું. રાહુલ ગાંધીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને યુક્રેનની સ્થિતિ વિશે પૂછ્યું, જેના પર રક્ષા મંત્રીએ કહ્યું કે, ભારત તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

सत्र स्थगित होने के बाद अनौपचारिक चाय बैठक में पहुंचे पक्ष-विपक्ष के नेता

ADVERTISEMENT

અનૌપચારિક બેઠકમાં પક્ષ અને વિપક્ષ બંને સામેલ

અનૌપચારિક મીટિંગની તસવીરમાં પીએમ મોદી, ઓમ બિરલા, અમિત શાહ, રાજનાથ સિંહ, રાહુલ ગાંધી, કિરેન રિજિજુ, પીયૂષ ગોયલ,  ચિરાગ પાસવાન, રામ મોહન નાયડુ, શિવસેના સાંસદ શ્રીકાંત શિંદે, સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ બેઠેલા જોવા મળી રહ્યા છે. ભાજપના સાંસદોએ શુક્રવારે વિરોધ પક્ષોની ટીકા કરતા કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સ્થિતિ પર તેમનું મૌન દુર્ભાગ્યપૂર્ણ છે.

loksabha

ADVERTISEMENT

અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યા

લોકસભાના શૂન્યકાળ દરમિયાન ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિશે કંઈ ન બોલવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, 'જ્યારે બાંગ્લાદેશની વચગાળાની સરકારે કાર્યભાર સંભાળ્યો, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન આપ્યા, પરંતુ સાથે જ તેમણે લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કહ્યું.'

ADVERTISEMENT

loksabha

ઠાકુરે કહ્યું, 'તે દુર્ભાગ્યપૂર્ણ છે કે વિપક્ષના નેતાએ (બાંગ્લાદેશની) વચગાળાની સરકારને અભિનંદન આપ્યા, પરંતુ હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષાનો ઉલ્લેખ કર્યો નહીં. શું મજબૂરી હતી? તમે ગાઝા વિશે વાત કરી, પરંતુ બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિશે નહીં.

લોકસભામાં અનેક બિલ રજૂ કરાયા

શુક્રવારે સંસદના ચોમાસુ સત્રનો 15મો દિવસ હતો. 15મીએ બેંકિંગ સંબંધિત કાયદાઓમાં સુધારો કરવા માટેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. શુક્રવારે લોકસભામાં રેલવે (સુધારા) બિલ 2024, કેરેજ ઑફ ગુડ્સ બાય સી બિલ 2024 અને બિલ્સ ઑફ લેડિંગ બિલ 2024 પણ રજૂ કરવામાં આવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT