રાહુલ ગાંધીએ સ્વિકાર્યું કે, રાજસ્થાન-છત્તીસગઢમાં અમારી સરકાર જઇ રહી છે પછી…

ADVERTISEMENT

Rahul Gandhi About BJP
Rahul Gandhi About BJP
social share
google news

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ફરી એક નિવેદન વાયરલ થઇ રહ્યું છે. તેમણે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે, MP માં સરકાર જઇ રહી છે, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ સરકાર જઇ રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું એક નિવેદન વાયરલ થઇ રહ્યું છે. રાહુલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ સોમવારે જ્યારે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા, તો તેમની જીભ લપસી ગઇ હતી. જો કે ભાજપે આ ક્લિપનો સોશિયલ મીડિયા પર ખુબ જ પ્રચાર કરી રહી છે. ભાજપે કટાક્ષ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ ચૂંટણી પહેલા જ રાજસ્થાન અને છત્તીસગઢમાં હારનો સ્વિકાર કરી લીધો છે.

રાહુલ ગાંધી પાર્ટી કાર્યસમિતીની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા

રાહુલ ગાંધી પાર્ટીની કાર્ય સમિતીની બેઠક બાદ પત્રકાર સાથેની વાતચીત દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમના વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવા અંગે પ્રતિક્રિયા આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશમાં સરકાર જઇ રહી છે, રાજસ્થાનમાં જઇ રહી છે, છત્તીસગઢમાં જઇ રહી છે. જો કે ઝડપથી પોતાની ભુલનો અહેસાસ થઇ ગયો હતો. તેમણે કહ્યું કે, હું ઉંધુ બોલી ગયો, તમે (પત્રકારોએ) મને ભ્રમિત કરી દીધો. ત્યાર બાદ સજાગતા સાથે પોતાની વાત મુકી અને રાહુલ ગાંધીએ આશા વ્યક્ત કરી કે પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ શાનદાર પ્રદર્શન કરશે. તેમણે પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીના કાર્યોના વખાણ કર્યા. જ્યારે તેમની જીભ લપસવાનો વીડિયો શેર કરીને ભાજપે સોશિયલ મીડિયા મંચ પર વ્યંગ કર્યો હતો.

ADVERTISEMENT

राहुल गांधी ने स्वीकार कर लिया, राजस्थान और छत्तीसगढ़ से जा रही है कांग्रेस सरकार! pic.twitter.com/85ORupRavs

— BJP (@BJP4India) October 9, 2023

રાહુલ ગાંધી જ કોંગ્રેસની ખસ્તા હાલતનો સ્વિકાર કર્યો

ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધીએ પોતે જ હાર સ્વિકાર કરી લીધી છે. રાહુલ સ્વિકારી ચુક્યા છે કે, કોંગ્રેસની સરકારો રાજસ્થાન અને છત્તીસગઢમાંથી પણ જઇ રહી છે. ભાજપના અનેક નેતાઓ આ વીડિયો શેર કરી રહ્યા છે.હાલ તો રાહુલ ગાંધી ફરી એકવાર પોતાની લપસણી જીભના કારણે ટ્રોલર્સના નિશાને ચડ્યા છે. લાંબા સમયથી તેઓ ટ્રોલ નહોતા થઇ રહ્યા. તેઓ ભારત જોડો યાત્રા બાદા ખુબ જ મંઝાયેલા નેતા તરીકે ઉભર્યા હતા. જો કે ફરી એકવાર તેઓ ટ્રોલર્સના હાથે ચડી ગયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT