રઘુ શર્મા-જગદીશ ઠાકોરે ગુજરાત કોંગ્રેસને વેચી નાખ્યું, જીતી શકાય તેવી સીટો પણ ગુમાવી

ADVERTISEMENT

Jasabhai Patel
Jasabhai Patel
social share
google news

ગાંધીનગર : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ જીતીને રાજસ્થાનનો વર્ષોથી ચાલ્યો આવતો શિરસ્તો તોડવાના મુડમાં છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારીને હરાવવા માટે કોંગ્રેસના જ એક નેતા મેદાને પડ્યા હોય તેવું લાગ્યું છે. રઘુ શર્માને હરાવવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓ જ રાજસ્થાન જશે. રઘુ શર્મા પર બાયડના પૂર્વ ધારાસભ્ય દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગુજરાત ચૂંટણી દરિયાન રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે સોદા કર્યાના ગંભીર આક્ષેપ છે.

શર્મા-ઠાકોરે જીતી શકાય તેવી સીટોનો સોદો કર્યો

બંન્ને નેતાઓએ રૂપિયા લઇને કોંગ્રેસનો સોદો કર્યો હતો. મારી ટિકિટ કાપીને રઘુ શર્માએ સોદેબાજી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસને હરાવનારાઓને રાજસ્થાનમાં હરાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાંથી અનેક નેતાઓ રાજસ્થાનમાં જઇ રહ્યા હોવાનો પણ જશુભાઇએ દાવો કરતા ખળભળાટ મચી ગયો છે.

રઘુ શર્માએ જ ગુજરાત કોંગ્રેસનો સોદો કર્યો છે

બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઇએ જણાવ્યું હતું કે, રઘુ શર્માએ ગુજરાતના પ્રભારી તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી કોંગ્રેસની દુર્ગતી શરૂ થઇ છે. તેઓએ કોંગ્રેસનો સોદો કરયો છે અને કોંગ્રેસના નામે રોકડી કરી છે. પાયાના કાર્યકરો 50 વર્ષ સુધી જે કોંગ્રેસમાં પોતાનું લોહી રેડ્યું તેવા લોકોને નારાજ કરીને સોદા કરીને હારી જાય તેવા લોકોને ટિકિટો આપી હતી. અરવલ્લી સીટ ક્યારે પણ ભાજપને મળે તેમ નહોતી. અરવલ્લીની ત્રણ સીટ, દાહોદ, દશાડા, કલોલ જેવી સેફ સીટ જવા પાછળનું કારણ રઘુ શર્માની સોદેબાજી છે. જેણે ગુજરાત કોંગ્રેસને કિલોના ભાવે વેચી દીધું હતું.

ADVERTISEMENT

(વિથ ઇનપુટ- હિતેશ સુતરિયા)

    follow whatsapp

    ADVERTISEMENT