Radhika Merchant માત્ર અંબાણી પરિવારની વહુ જ નહી બીજુ ઘણુ બધુ છે

ADVERTISEMENT

Radhika Merchant Ambani will enter politics
રાધિકા મર્ચન્ટ અંબાણી રાજકારણમાં કરશે એન્ટ્રી
social share
google news

Who is Radhika Merchant : રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) અંબાણી પરિવારની (Ambani Family) વહુ બનવા જઇ રહી છે. જો કે તે અંબાણી પરિવાહની વહુ હોવા ઉપરાંત પણ ઘણુ બધુ છે. તેનું પોતાનું વ્યક્તિત્વ પણ વિશાળ છે. તે ખુબ જ અભ્યાસુ અને એટલા જ માનવતાવાદી અને ધાર્મિક પણ છે. 

Anant Ambani-Radhika Merchant Pre wedding Function : ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વના VVIP લોકો ગુજરાતના જામનગરમાં એકત્ર થઇ રહ્યા છે. જેના કારણે ભારતના સૌથી સંપત્તિવાન વ્યક્તિ પૈકીના એક મુકેશ અંબાણીના (Mukesh Ambani) નાના પુત્ર અનંત અંબાણીના (Anant Ambani) પ્રી વેડિંગ ફંક્શનમાં અનેક VVIP આવી રહ્યા છે. અનંત અંબાણીની સગાઇ પોતાની જ બાળપણની મિત્ર અને વેપારી વીરેન મર્ચન્ટની (Viren Merchant) પુત્રી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે થઇ ચુકી છે. આજે એટલે કે 1 માર્ચ 2024 થી અનંત-રાધિકા (Anant-Radhika) નું પ્રીવેડિંગ ફંક્શન શરૂ થઇ ચુકી છે.

રાધિકા અંબાણી રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, રાધિકા અંબાણીએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી ચુકી છે. જેથી રાજકારણમાં રાધિકાને ખાસ રસ છે. જેથી તે ભવિષ્યમાં રાજકારણમાં એન્ટ્રી કરે તો નવાઇ નહી. જો તે આવું કરે તો અંબાણી પરિવારની પહેલી વ્યક્તિ હશે જે રાજકારણમાં એન્ટ્રી લેશે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

રાધિકા મર્ચન્ટ અંબાણી (Radhika Merchant Ambani) કોણ છે?

1. રાધિકા મર્ચન્ટ વીરેન અને શૈલા મર્ચન્ટની નાની પુત્રી છે. તેનો જન્મ 18 ડિસેમ્બર, 1994 માં થયો હતો. વીરેન મર્ચન્ટ જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ENCORE Healthcare ના CEO છે. તેમના માતા પણ આ કંપનીના બોર્ડ ડાયરેક્ટર છે. વીરેન મર્ચન્ટ અને મુકેશ અંબાણીના નજીકના મિત્ર છે. 

ADVERTISEMENT

2. રાધિકા મર્ચન્ટની મોટી બહેન અંજલિ મર્ચન્ટના લગ્ન બિઝનેસમેન આકાશ મહેતા સાથે થયા છે. 
3. રાધિકાએ Cathedral and John Connon School, Ecole Mondiale World School માંથી પ્રાથમિક અભ્યાસ કર્યો છે. તેમણે બીડી સોમાણી ઇન્ટરનેશનલ સ્કુલમાંથી International baccalaureate માં ડિપ્લોમાં કર્યું છે. રાધિકાએ 2017 માં ન્યૂયોર્ક યૂનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં બેચલર્સ ડિગ્રી પ્રાપ્ત કરી છે. 
4. હાલ રાધિકા Encore Healthcare માં બોર્ડ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. તેની Linkedln પ્રોફાઇલ પરથી માહિતી મળી રહી છે કે, રાધિકાએ અનેક ઇન્ટર્નશીપ કરી છે અને લક્ઝરી રિયલ એસ્ટેટ ડેવલપર Isprava માં નોકરી પણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, Isprava કંપનીની માલિકીનો હક નાદિર ગોદરેજ, આનંદ પીરામલ અને ડાબર ઇન્ડિયા ની બર્મન ફેમિલી પાસે છે. 
5. રાધિકા મર્ચન્ટે ક્લાસિકલ ડાન્સ ભારતનાટ્યમની ટ્રેનિંગ પણ કરી છે. રાધિકાએ મુંબઇની ડાંસ એકેડેમી Shree Nibha Arts થી ગુરૂ ભાવના ઠક્કરના દિશા-નિર્દેશમાં વર્ષો સુધી નૃત્યની ટ્રેનિંગ લીધી છે. તેમણે જૂન 2022 માં મુંબઇનાં ખુલેલા જિયો વર્લ્ડમાં સેંટરમાં પહેલી વાર સ્ટેજ પર્ફોમન્સ અરંગેત્રમ આપ્યું. આ ઇવેન્ટમાં દેશની અનેક મોટી હસ્તીઓ, વેપારીઓ અને ફિલ્મી સ્ટારે ભાગ લીધો હતો. 
6. રાધિકાની Linkedln પ્રોફાઇલ પરથી માહિતી મળે છે કે તેમને એનિમલ વેલફેર એટલે કે પ્રાણીઓના દેખરેખમાં ઘણો જ રસ છે. આ ઉપરાંત તેઓ નાગરિક અધિકાર, ઇકોનોમિક ઇમ્પાવરમેંટ, શિક્ષા, સ્વાસ્થય, હ્યુમન રાઇટ્સ અને સોશિયલ સર્વિસ માટે પણ કામ કરે છે. 
7. રાધિકા અને અનંત અંબાણીનો રૂપિયો નાળીયેર ડિસેમ્બર,2022 માં રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં થઇ હતી. આ ઉપરાંત જાન્યુઆરી 2023 માં અંબાણી પરિવારના મુંબઇ ખાતેના મકાન એન્ટિલિયામાં બંન્નેની સગાઇ થઇ હતી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT