સ્વીડનમાં ફરી સળગાવાયું કુરાન, મુસ્લિમ દેશોમાં સમગ્ર મામલે હાહાકાર

ADVERTISEMENT

Quran Burnning in Swidden
Quran Burnning in Swidden
social share
google news

નવી દિલ્હી : સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટનાઓ અટકી નથી રહી. સોમવારે એકવાર ફરીથી ઇસ્લામના પવિત્ર પુસ્તક કુરાનને આગ ચાંપી દેવામાં આવી હતી. જે અંગે ઇસ્લામીક સહયોગ સંગઠને ઇમરજન્સી બેઠક બોલાવી હતી. સંગઠને કુરાન સળગાવવાન ઘટના પર સભ્ય દેશોને અપીલ કરી છે કે, તેઓ સ્વીડન વિરુદ્ધ રાજનીતિક સ્તર પર કાર્યવાહી કરે.

ઇસ્લામિક દેશોના વારંવાર વિરોધ છતા સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટનાઓ અટકી નથી રહી. પોલીસની પરવાનગી બાદ સોમવારે એકવાર ફરીથઈ સ્વીડનમાં કુરાન સળગાવવામાં આવી. આ વખતે કુરાન રાજધાની સ્ટોકહોમમાં સ્વીડનની સંસદની સામે સળગાવવામાં આવી હતી. કુરાન સળગાવવાની ઘટનાના વિરોધમાં સોમવારે જ ઇસ્લામિક દેશોના સૌથી મોટા સંગઠન ઇસ્લામિક સહયોગ સંગઠને ઇમરજન્સી બેઠક બોલાવી હતી જેમાં સઉદી અરબના વિદેશ મંત્રી ફૈજલ બિન ફરહાને કુરાન સળગાવવાની ઘટના અંગે સ્વીડન અને ડેનમાર્કની પ્રતિક્રિયા પર નિરાશા વ્યક્ત કરી હતી.

સઉદી અરબની સમાચાર એજન્સી સઉદી પ્રેસ એજન્સી (SPA) અનુસાર પ્રિંસ ફૈઝલે કુરાનની પવિત્રતા પર થનારા હુમલાની નિંદા કરી હતી. એસપીએએ જણાવ્યું કે, મંત્રીએ નૈતિક મુલ્ય રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતાના મહત્વ પર જોર દિધું જે સાંસ્કૃતિઓ અને દેશોની વચ્ચે નફરત અને વિવાદ પેદા કરવાના બદલે લોકો વચ્ચે સમ્માન અને સહ અસ્તિત્વને વધારે છે. તેમણે નફરત ફેલાવવા, હિંસા અને ઉગ્રવાદને વધારનારા કૃત્યોની નિદા કરતા સહિષ્ણુતા અને સંયમના મુલ્યોને આગળ વધારવાના મહત્વપર જોર આપ્યું.

ADVERTISEMENT

બેઠક બાદ ઓઆઇસીએ પોતાના નિવેદનમાં સભ્ય દેશોને અપીલ કરી કે જે દેશોમાં પવિત્ર કુરાનનું અપમાન થઇ રહ્યું છે, સભ્ય દેશો તે દેશોની સાથે પોતાના સંબંધો અંગે યોગ્ય પગલા ઉઠાવે. નિવેદનમાં કહેવાયું કે, ઓઆઇસીએ કુરાન સળગાવવાની હાલની ઘટનાઓ અંગે મુસ્લિમ દેશોની અસહમતિ વ્યક્ત કરવા માટે મહાસચિવના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળને યુરોપીય સંઘ પંચની પાસે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓઆઇસી મહાસચિવે શું કહ્યું?
સઉદી અરબના જેદ્દા ખાતે 57 ઇસ્લામિક દેશોની સંસ્થાના મહાસચિવ હિસૈન ઇબ્રાહિમ તાહાએ સ્વીડન અને ડેનમાર્કમાં કુરાનના અપમાનને અટકાવવાનું આહ્વાન કર્યું. કુરાન સળગાવવાની વિરુદ્ધ કોઇ નક્કર પગલા નહી ઉઠાવાતા તેમણે નિરાશા વ્યક્ત કરી. તાહાએ બેઠક દરમિયાન કહ્યું કે, ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે કે, અભિવ્યક્તિની આઝાદીના નામે એક ધર્મ વિશેષની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. અધિકારીઓ પણ આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ જઇને આ પ્રકારના કૃત્યો કરવા માટેનું લાયસન્સ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાહા જ્યારે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા ત્યારે જ સ્વીડનમાં કુરાન સળગાવવામાં આવી રહ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT