પુતિને PM મોદીના ભરપેટ વખાણ કર્યા, મેક ઈન્ડિયાની પણ કરી પ્રશંસા, કહ્યું-ઈકોનોમી પર અસર દેખાઈ રહી છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિત્ર બતાવતા વખાણ કર્યા છે. તેમણે રશિયામાં સ્થાનિક ઉત્પાદનો અને બ્રાન્ડ્સને પ્રોત્સાહિત કરવા માટે ભારતનું ઉદાહરણ આપ્યું. ‘મેક ઇન ઇન્ડિયા’ કોન્સેપ્ટની પ્રશંસા કરતા પુતિને કહ્યું કે, ભારતને તેના સકારાત્મક પરિણામો મળ્યા છે. આ દરમિયાન પુતિને કહ્યું હતું કે, યુક્રેન યુદ્ધ પછી લાદવામાં આવેલા પ્રતિબંધોની રશિયન બજાર પર કોઈ અસર થઈ નથી.

યુક્રેન યુદ્ધ બાદથી રશિયા સખત આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. આ પ્રતિબંધોને કારણે ત્યાંની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે અને ઉદ્યોગો અને વ્યવસાયોના બજારો બંધ થઈ ગયા છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ પુતિન ઇચ્છે છે કે ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ની જેમ રશિયામાં સ્વદેશી ઉત્પાદનો પર ભાર મૂકવામાં આવે અને તમામ જરૂરી વસ્તુઓ દેશમાં જ તૈયાર કરવામાં આવે.

પુતિને કહ્યું કે, અમારા મિત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેક ઈન ઈન્ડિયા’નો કોન્સેપ્ટ લોન્ચ કર્યો હતો. ભારતને આના સકારાત્મક પરિણામો મળ્યા છે. RTના રિપોર્ટ અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઈન્ડિયા’ના કોન્સેપ્ટની ભારતીય અર્થવ્યવસ્થા પર ‘સ્પષ્ટ અસર’ પડી છે.

ADVERTISEMENT

મેક ઇન ઇન્ડિયાની અર્થવ્યવસ્થા પર સ્પષ્ટ અસર છેઃ પુતિન
મોસ્કોમાં એક કાર્યક્રમમાં બોલતા પુતિને કહ્યું, “ભારતમાં અમારા મિત્ર અને રશિયાના મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા વર્ષો પહેલા ‘મેક ઇન ઇન્ડિયા’નો કોન્સેપ્ટ શરૂ કર્યો હતો. તેની ભારતીય અર્થવ્યવસ્થા પર ખૂબ જ સ્પષ્ટ અસર પડી છે.” તેમણે કહ્યું કે, દેશ જે કંઈ પણ બનાવી રહ્યો છે તે સારું કામ કરી રહ્યો છે, તેને અપનાવવું કોઈ પાપ નથી. ખાસ કરીને આપણા સારા મિત્રોએ બનાવેલી વસ્તુઓ અપનાવવી જોઈએ.

પુતિને પ્રતિબંધોની અસરને ફગાવી દીધી
રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, યુક્રેન યુદ્ધ બાદ અમેરિકા સહિતના યુરોપિયન દેશો દ્વારા લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોથી દેશને કોઈ અસર થઈ નથી. તેના કારણે રશિયન માર્કેટમાં ઘટાડો થયો નથી. તેમણે કહ્યું કે દેશમાંથી પશ્ચિમી કંપનીઓના જવાને કારણે રશિયન ઉદ્યોગ સાહસિકો માટે તકો વધી છે. રશિયાને સ્થાનિક ઉત્પાદનો અને બ્રાન્ડને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિની જરૂર છે.

ADVERTISEMENT

ભારતે સંરક્ષણ નિકાસમાં મોટી સિદ્ધિ હાંસલ કરી
પીએમ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હવે ભારત હથિયારો ખરીદવા કરતાં વિદેશમાંથી વધુ ટેક્નોલોજી ખરીદે છે. જેના કારણે દેશમાં હથિયારોની સાથે લોકોને રોજગારી પણ મળે છે. ભારતે હવે સંરક્ષણ નિકાસમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં સંરક્ષણ નિકાસ રૂ. 16,000 કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે, જે 2016-17ની સરખામણીમાં 10 ગણાથી વધુ વધી છે. આજે ભારત 85થી વધુ દેશોમાં શસ્ત્રોની નિકાસ કરી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT