‘ભાજપના પ્રવક્તા છે બાગેશ્વર ધામના પ્રમુખ’, પુરીના શંકરાચાર્યનું ધીરેન્દ્ર શાસ્ત્રી પર મોટું નિવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

મધ્ય પ્રદેશ: હાલમાં દેશમાં જેનું નામ સૌથી વધુ ચર્ચામાં છે તે છે બાગેશ્વર ધામના વડા અને કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી. તેમની કથામાં લાખો ભક્તો ઉમટી પડે છે. તે જ્યાં જાય છે ત્યાં લોકો તેના દિવાના બની જાય છે. તેમનો દિવ્ય દરબાર પણ ઘણો ચર્ચામાં રહે છે. આ દરમિયાન ભોપાલ પહોંચેલા પુરી શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ બાગેશ્વર ધામના પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર મોટું નિવેદન આપ્યું છે.

શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું કે, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપના પ્રવક્તા છે. જગદગુરુ શંકરાચાર્યએ કહ્યું કે, ભાજપ પંડિત ધીરેન્દ્રનો એ જ રીતે ઉપયોગ કરી રહી છે જે રીતે તેણે રવિશંકર અને બાબા રામદેવનો કર્યો છે. જગદગુરુ શંકરાચાર્યએ કહ્યું કે, ડૂબતી વખતે હોડીનો સહારો લેવો પડે છે. એ જ રીતે રાજકારણીઓએ પણ ભગવાનનો સહારો લેવો પડે છે. તેથી જ ચૂંટણી સમયે રાજકારણીઓ જ્ઞાતિનો સહારો લેતા હોય છે.

ભાજપ ઉપયોગ કરી રહી છે
જ્યારે પત્રકારે જગદગુરુ શંકરાચાર્યને ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે, “તમે શંકરાચાર્ય પાસેથી એક કથાવાચક અને ભાજપના પ્રવક્તાની સમીક્ષા કરાવી રહ્યા છો. આ ઉચિત નથી, આ રાષ્ટ્રહિતમાં પણ નથી. ભાજપે રામદેવ અને ધીરેન્દ્રને મૌન બનાવી દીધા છે. જગદગુરુ શંકરાચાર્યએ કહ્યું કે, મારી વાત પર સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણયો બદલે છે.

ADVERTISEMENT

નોંધનીય છે કે આ ઉપરાંત સ્વામી જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સ્વામીએ અગાઉ બાગેશ્વર ધામ સરકારને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે, તે જોશી મઠમાં આવીને જમીનને ધસતી અટકાવે, તો અમે તેમના ચમત્કારનો સ્વીકાર કરીશું.

અગાઉ પંડોખરે પણ નિશાન સાધ્યું હતું
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને આ રીતે નિશાન બનાવવામાં આવ્યા હોય. જગદગુરુ શંકરાચાર્ય પહેલા પંડોખર સરકારે પણ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંડોખર સરકારે કહ્યું હતું કે પેમ્ફલેટ બનાવવા પણ એક યુક્તિ છે. હું નામ નહીં લઉં, પણ જ્ઞાનીઓ માટે એક સંકેત પૂરતો છે. આ લોકોએ આધ્યાત્મિક સાધના કરી નથી, જપ નથી કર્યો, કર્મકાંડ કર્યા નથી. આ લોકો માત્ર આભા બનાવીને ચમત્કાર બતાવે છે. નિર્મલ બાબાના કારણે લોકોનો વિશ્વાસ તૂટી ગયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT