Punjab હાઇએલર્ટ પર, બરાડ ગેંગના અનેક સ્થળો પર દરોડા 12 ખુંખાર આરોપીઓને ઝડપી લેવાયા

ADVERTISEMENT

Punjab Police in action
Punjab Police in action
social share
google news

નવી દિલ્હી : કેનેડામાં ખાલિસ્તાની સમર્થક સુક્ખા દુનેકેની હત્યા થઇ ચુકી છે. તેના કારણે સ્થિતિ વધારે વણસી છે. હવે પંજાબમાં છુપાયેલા ગોલ્ડી બરાડના લગભગ 1 હજાર કરતા વધારે ગેંગના સભ્યોને પોલીસ શોધી રહી છે. સમગ્ર પંજાબમાં એલર્ટ જાહેર કરાયું છે અને અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ભારત કેનેડા તણાવ વચ્ચે પંજાબ પોલીસ હરકતમાં

ભારત અને કેનેડાની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પંજાબમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગુરૂવારે પંજાબના ફિરોઝપુરમાં ગોલ્ડી બરાડ ગેંગની વિરુદ્ધ 44 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા. ગોલ્ડી બરાડ હાલના સમયમાં કેનેડામાં બેઠો છે. પોલીસે તેની ગેંગના 12 સભ્યોને હથિયારો સાથે ધરપકડ કરી લીધી છે.

કોઇ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા ધરપકડ

જાણકારોના અનુસાર ત્રણ લોકો ગામ બાજીદપુરથી ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે બે પિસ્ટલ છ કારતુસ મળી છે. એસએસપી દીપક હિલોરીએ જણાવ્યું કે, તેમને માહિતી મળી હતી કે, ફિરોઝપુરમાં ગેંગસ્ટર ગોલ્ડી બરાડના ગેંગના લોકો છુપાયેલા છે. પોલીસની અનેક ટીમોની રચના કરવામાં આવી. તેમાંએસપી, ડીએસપી તથા એસએચઓ રેંકના અધિકારીઓનો સમાવેશ થતો હતો. 44 સ્થલો પર પોલીસે દરોડા પાડીને ગેંગના 12 લોકોને હથિયાર સહિત ઝડપી લીધા છે. તેમની પુછપરછ ચાલી રહી છે.

ADVERTISEMENT

અનેક સ્થળો પર પોલીસના તાબડતોડ દરોડા

ગુપ્ત સુત્રો અનુસાર પોલીસે ગામ બાજીદપુરથી ત્રણ લોકોને હથિયારો સહિત ઝડપી લીધઆ છે. આ લોકો કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. પકડાયેલા આરોપી સાજન, બલજિંદર કુમાર તથા સૈમ્યુઅલની પાસે બે પિસ્ટલ અને છ કારતુસ મળી છે. આ લોકો બલજિંદરના ઘરે છુપાયેલા હતા અને રાત્રે કોઇ ઘટનાને અંજામ આપવાના હતા. જાણકારોનું કહેવું છે કે, કેનેડામાં ખાલિસ્તાન સમર્થક સુક્ખા દુનેકની હત્યા કરાઇ છે. જેના કારણે સ્થિતિ વણસે તેવી શક્યતા છે. હવે પંજાબમાં છુપાયેલા ગોલ્ડી બરાડના લગભગ 1 હજાર ગેંગના સભ્યોમાં પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર પંજાબ એલર્ટ પર છે અને અલગ અલગ સ્થળો પર દરોડા પડાઇ રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT