BREAKING: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન, 95 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

પંજાબ: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે નિધન થઈ ગયું. રાત્રે 8.28 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 95 વર્ષના હતા. જાણકારી મુજબ, મોહાલીની પ્રાઈવેટ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બાદલના પાર્થિવ દેહની સવારે મોહાલીથી બઠિંડા તેમના ગામ સુધી અંતિમયાત્રા કાઢવામાં આવશે.

પંજાબના 5 વખત CM રહી ચૂક્યા છે
અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલ પંજાબના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જ્યારે અકાલી દળના અધ્યક્ષ સુખબીર બાદલ તેમના દીકરા છે. પ્રકાશ સિંહ બાદલનો જન્મ 8 ડિસેમ્બર 1927ના રોજ પંજાબના નાના એવા ગામ અબુલ ખુરાનાના જાટ શીખ પરિવારમાં થયો હતો.

શ્વાસ લેવામાં પરેશાની થતી હોસ્પિટલ ખસેડાયા હતા
PTIની રિપોર્ટ મુજબ, શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતાને શ્વાસ લેવામાં પરેશાનીની ફરિયાદ બાદ એક અઠવાડિયા પહેલા મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. પ્રકાશ સિંહ બાદલને સોમવારે ICUમા રાખવામાં આવ્યા હતા. સોમવારે સાંજે જારી કરાયેલા મેડિકલ બુલેટિનમાં હોસ્પિટલે કહ્યું હતું કે, પ્રકાશ સિંહ બાદલ હજુ પણ ICUમાં ચિકિત્સકોની દેખરેખ હેઠળ છે.

ADVERTISEMENT

અમિત શાહ અને રાજનાથસિંહે પૂછી હતી ખબર
હોસ્પિટલે કહ્યું હતું કે જો આગામી થોડા દિવસ સુધીમાં તેમના સ્વાસ્થ્યમાં સમયાંતરે સુધારો થતો રહે છે, તો તેમને પ્રાઈવેટ વોર્ડમાં મોકલી શકાય છે. પાછલા અઠવાડિયે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહે બાદલના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી અને તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી હતી.

ગત વર્ષે થયો હતો કોરોના
પંજાબના પાંચ વખતના મુખ્યમંત્રી રહી ચૂકેલા બાદલને ‘ગૈસ્ટ્રાઈટિસ’ અને શ્વાસ લેવામાં પરેશાનીના કારણે પાછલા વર્ષે 4 જૂને હોસ્પિટલમાં એડમિટ કરાવાયા હતા. કોરોના બાદ હેલ્થ ચેકઅપ માટે ફેબ્રુઆરી 2022માં તેમને એક પ્રાઈવેટ હોસ્પિલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને ગત વર્ષે જાન્યુઆરીમાં કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું અને લુધિયાણાની હોસ્પિટલમાં તેમને એડમિટ કરાવાયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT