‘દારૂ પીને જાય છે ગુરુદ્વારા, મમ્મીને પણ કરે છે ટોર્ચર…’, CM ભગવંત માનની દીકરીએ લગાવ્યા સણસણતા આરોપ
Punjab News: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની દીકરીએ તેમના પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. તેમની દીકરીનું નામ સીરત કૌર છે, જેમણે તેમના પિતા પર ગંભીર આરોપ…
ADVERTISEMENT
Punjab News: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની દીકરીએ તેમના પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. તેમની દીકરીનું નામ સીરત કૌર છે, જેમણે તેમના પિતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. સીરત કૌરે કહ્યું કે, સીએમ સાહેબ તેમની પૂર્વ પત્ની એટલે કે મારી માતાને શારીરિક અને ભાવનાત્મક રીતે ટોર્ચર કરતા હતા. સીરત કૌરે કહ્યું કે, ”હું તેમને શ્રીમાન અથવા સીએમ સાહેબ કહીને સંબોધીશ. કારણ કે મારા પાસેથી પપ્પા સાંભળવાનો અધિકાર તેઓ ઘણા સમય પહેલા જ ગુમાવી ચૂક્યા છે. વીડિયો બનાવવા પાછળ કોઈ રાજકીય હેતું નથી.”
ભાજપે શેર કર્યો વીડિયો
તમને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટી દિલ્હી યુનિટે પોતાના એક્સ એકાઉન્ટ પર ભગવંત માનની દીકરી સીરત કૌરનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સીરત કૌર તેમના પિતા ભગવંત માન પર આરોપ લગાવી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સીરત કૌર કહે છે કે હું સ્પષ્ટ કરી રહી છું કે આ વીડિયોમાં હું તેમને શ્રીમાન અથવા સીએમ સાહેબ તરીકે સંબોધિત કરીશ. તેમણે પપ્પા સાંભળવાનો અધિકાર ઘણા સમય પહેલા જ ગુમાવી દીધો છે. વીડિયો બનાવવા પાછળ કોઈ રાજકીય હેતુ નથી.
भगवंत मान की बेटी ने अपने ही पिता पर लगाये बेहद गंभीर आरोप !
उनकी बेटी का कहना है कि @BhagwantMann अपनी पत्नी और बच्चों के साथ बेहद ही घटिया हरकतें करने के साथ गुरुद्वारा व विधानसभा में भी शराब पीकर जाते हैं….@ArvindKejriwal जी, क्या हो रहा है AAP के पंजाब में ?? कुछ तो… pic.twitter.com/RCtJ6qnXr7
— BJP Delhi (@BJP4Delhi) December 10, 2023
ADVERTISEMENT
અમારા મૌનને કારણે જ તેઓ સીએમ બન્યા: સીરત કૌર
સીરત કૌરે કહ્યું કે, ‘આ વીડિયો બનાવવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે હું ઈચ્છું છું કે અમારી કહાની દરેકને કહું, લોકોએ આજ સુધી જે પણ સાંભળ્યું છે તે સીએમ સાહેબ પાસેથી જ સાંભળ્યું છે. તેમના કારણે અમારે એવી વાતો સાંભળવી અને સહન કરવી પડી જે અમે સમજાવી પણ શકતા નથી. આજ સુધી મારી માતાએ ચૂપ રહેવાનું પસંદ કર્યું છે. અમે કશું કહ્યું નથી. અમારા મૌનને કારણે જ તેઓ સીએમ પદ પર બેઠા છે.’
‘…પંજાબના લોકોની જવાબદારી કેવી રીતે લઈ શકે?
મણે કહ્યું કે, જે વ્યક્તિ પોતાના બાળકોની જવાબદારી ન લઈ શકે તે પંજાબના લોકોની જવાબદારી કેવી રીતે લઈ શકે? તેઓએ એવું પણ કહ્યું કે, ભગવંત માન દારૂ પીને વિધાનસભા અને ગુરુદ્વારામાં જાય છે. આ મામલે આમ આદમી પાર્ટી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT