Accident News: પુણેમાં ભયાનક અકસ્માત, 8 લોકોને ભરખી ગયો કાળ; CM શિંદેએ કાફલાને રોકીને મદદ કરી
Pune Road Accident: મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત નગર કલ્યાણ હાઈવે પર રાત્રે સર્જાયો હતો. જેમાં 2 બાળકો…
ADVERTISEMENT
Pune Road Accident: મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત નગર કલ્યાણ હાઈવે પર રાત્રે સર્જાયો હતો. જેમાં 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, એક પીકઅપ વાન ઓતૂર જિલ્લા નજીક આવેલા કલ્યાણ તરફ જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી ટ્રકે તેને ટક્કર મારી હતી. જેના કારણે પીકઅપ વાન પલટી મારી ગઈ હતી અને 8 લોકોના મોત થયા હતા .
પોલીસે પરિવારજનોને કરી જાણ
આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકોની મદદથી લોકોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. દુર્ઘટના બાદ તમામ મૃતદેહોને ઓતૂર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો પોલીસે મૃતકોના પરિવારજનોને આ દુર્ઘટના અંગે જાણ કરી હતી. હાલ પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. પોલીસ પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચે તેની રાહ જોઈ રહી છે.
#WATCH | Maharashtra CM Eknath Shinde stopped his convoy while passing by an accident spot on the Nagpur-Amravati road. He gave ambulance of his convoy to take injured people to the hospital (17/12)
(Video source – Maharashtra CMO) pic.twitter.com/nWSHsZ8Vwy
— ANI (@ANI) December 17, 2023
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ કરી મદદ
જ્યારે આ અકસ્માત થયો ત્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ પછી સીએમ એકનાથ શિંદેએ તેમના કાફલાને રોક્યો અને ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓ પાસેથી અકસ્માતની માહિતી મેળવી. આ પછી મુખ્યમંત્રીએ તેમના કાફલાની એમ્બ્યુલન્સમાં તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા હતા.
ADVERTISEMENT