PSI એ યુવતીને રાત્રે 3 વાગ્યે મેસેજ કરી કહ્યું ઘરે એકલો છું આવી જા અને…

ADVERTISEMENT

gujarattak
social share
google news

કાનપુર : જિલ્લામાં એક સબ ઇન્સ્પેક્ટરને યુવતી સાથે અશ્લીલ ચેટ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ઈન્સ્પેક્ટર શુભમ સિંહે રાત્રે 3 વાગે યુવતીને વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, ‘હું ઘરે એકલો છું, તમે મારા ઘરે આવો’. ત્યારે છોકરીએ કહ્યું, આ સારી વાત નથી, હું આવી શકું તેમ નથી, તો ઈન્સ્પેક્ટરે કહ્યું, અરે, હું તને થોડી ખાઇ જઇશ. ઉત્તર પ્રદેશના કાનપુરના એક સબ ઈન્સ્પેક્ટરને એક યુવતી સાથે અશ્લીલ ચેટ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે, ઈન્સ્પેક્ટરે રાત્રે 3 વાગે એક યુવતીને વોટ્સએપ મેસેજ મોકલીને ઘરે મળવા બોલાવી હતી. આ વાત પોલીસ કમિશનર બી.પી.જોગદંડના ધ્યાને આવતાં જ તેમણે આ અંગે તપાસના આદેશ આપ્યા હતા.

જે બાદ ઈન્સ્પેક્ટર શુભમ સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ મામલે એડીસીપી અંકિતા શર્માએ જણાવ્યું હતું કે, પ્રથમ નજરે ઈન્સ્પેક્ટરની ચેટ અભદ્ર જોવા મળી હતી. જે બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ગોવિંદ નગરના એસીપીને આ મામલે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે યુવતી હજુ પણ આરોપ લગાવી રહી છે કે દરોગાજી મારી માતાને ફોન કરી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે કે તેઓ નિવેદન ન આપે. નહિ તો હું તમને બરબાદ કરી દઇશ.

રતનલાલ નગરમાં 2 દિવસ પહેલા, સ્થાનિક લોકોએ લગ્ન સમારંભમાં વેઈટર તરીકે કામ કરતા યુવકને ઢોર માર માર્યો હતો. તે પછી તેઓ તેને ઉપાડી ગયા અને ક્યાંક લઈ ગયા. પીડિતાની ભત્રીજીએ રતનલાલ નગર ચોકીના ઈન્ચાર્જ શુભમ સિંહને ફોન કરીને તેની જાણકારી આપી. ઈન્સ્પેક્ટરે કહ્યું કે, હું તેમને કઇ રીતે ઓળખીશ. ત્યાર બાદ યુવતીએ તેને ફોટો મોકલી આપ્યો હતો. ઈન્સ્પેક્ટર શુભમ સિંહે રાત્રે ત્રણ વાગ્યે યુવતીને મેસેજ કર્યો. જેમાં તેણે લખ્યું હતું કે ‘હું ઘરે એકલો છું, તમે મારા ઘરે આવો’, તેના પર યુવતીએ કહ્યું કે મારા ઘરે બધા સૂઈ રહ્યા છે, હું આવી શકું તેમ પણ નથી અને તમે આ પ્રકારે મને મેસેજ કરો તે પણ યોગ્ય નથી.

ADVERTISEMENT

જો કે આટલે જ નહી અટકતા ઈન્સ્પેક્ટરે એક કપ ચાની ઓફર કરી હતી. છોકરીએ કહ્ કે, તમે મને મેસેજ કરો તે સારી વાત નથી, હું નહિ આવી શકું, તો ઈન્સ્પેક્ટરે કહ્યું, અરે હું તને ખાઇ નહી જઉ. તમે મારા ઘરે આવો, મારા વિસ્તારમાં બધા સૂઈ ગયા છે. હવે ઊંઘ પણ નથી આવતી. તમે અહીં આવો ચાલો રૂમ પર વાત કરીએ. મારે તમારી સાથે વાત કરવાનું મન છે.

તપાસ બાદ આરોપી ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ચેટ સવારે વાયરલ થઈ ગઇ હતી. જેના પગલે પહેલા પોલીસે સમગ્ર મામલાને દબાવવાનું શરૂ કર્યું. જ્યારે પોલીસ કમિશનર બીપી જોગદંડને આ અંગેની જાણ થઈ ત્યારે તેમણે તાત્કાલિક એડીસીપી દક્ષિણ અંકિતા શર્માને આ મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તપાસ બાદ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT